ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 17 નવેમ્બર 2021.
બુધવાર.
મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહની મુશ્કેલીમાં વધારો થયો છે.
પ્રાપ્ત જાણકારી મુજબ મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહને મુંબઈની કિલા કોર્ટે ફરાર જાહેર કર્યા છે.
સાથે જ પરમબીર સિંહને 30 દિવસમાં હાજર થવાનું અલ્ટીમેટમ પણ આપવામાં આવ્યું છે.
જો તે સમયસર હાજર નહીં થાય તો તેમની સંપત્તિ જપ્ત કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે મુંબઈના ગોરેગાંવમાં રિકવરી કેસમાં મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તેમને ઘણી વખત સમન્સ મોકલવામાં આવ્યા હતા, પરંતુ તેઓ પૂછપરછ અને તપાસ માટે હાજર રહ્યા ન હતા.
વારંવારના સમન્સ પછી પણ પરમબીર સિંહ હાજર ન રહેતાં ક્રાઈમ બ્રાન્ચે તેને ફરાર જાહેર કરવા એડિશનલ ચીફ મેજિસ્ટ્રેટ જનરલ કોર્ટમાં અપીલ કરી હતી. કોર્ટે આ અપીલને મંજૂરી આપી હતી.
ICCમાં પણ 'દાદા'નો દબદબો, સૌરવ ગાંગુલીને મળ્યું આ મોટું પદ;જાણો વિગતે