ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૨૧ એપ્રિલ 2021
બુધવાર
મુંબઈના 51 વર્ષીય ચીફ મેડિકલ ઓફિસર ડોક્ટર મનીષા જાદવ નું કોરોના ને કારણે નિધન થયું છે. મનીષા ટીબી સ્પેશિયાલિસ્ટ હતી અને શિવડી ખાતે ટીબી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ માં નોકરી કરી રહી હતી. છેલ્લા થોડા સમયથી તેને કોરોના થયો હતો. આખરે તેને લાગ્યું કે પોતે આ લડાઈ નહીં જીતી શકે આથી તેણે facebook ઉપર પોસ્ટ લખી કે ' કદાચ આ મારું છેલ્લું ગુડ મોર્નિંગ છે હવે હું આ પ્લેટફોર્મ પર તમને નહીં મળી શકું, શરીર મરે છે પરંતુ આત્મા નહીં. આત્મા અમર છે.'
આ પોસ્ટ લખ્યા પછી તેણે ફેસબુક ઉપર એકેય પોસ્ટ શેર કરી નહીં. તેમજ સોમવારે રાત્રે તેનું દુઃખદ અવસાન થયું.
ડોક્ટર મનીષા જાદવની આ પોસ્ટ અત્યારે વાયરલ બની છે. જે અનેક જિંદગીઓની વાસ્તવિકતા દર્શાવે છે.
