ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
24 જુલાઈ 2020
હાઉસિંગ સોસાયટીના પદાધિકારીઓ હવે એક વર્ષ સુધી નહીં બદલાય.. મુંબઈ અને મહારાષ્ટ્રમાં હાઉસિંગ સોસાયટીઓ સહિતની 2 લાખ સહકારી મંડળીઓને ખુબ રાહત મળી છે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની અધ્યક્ષતાવાળી મહારાષ્ટ્ર કેબિનેટે ગુરુવારે વાર્ષિક સામાન્ય બોડી બેઠક યોજવા અને ઑડિટ રિપોર્ટને અંતિમ રૂપ આપવાની મંજૂરી આપી દીધી છે. નોંધપાત્ર વાત છે કે કોરોના વાયરસ રોગચાળાને પગલે આ મંજૂરી આપવામાં આવી છે. આ જરૂરી પણ હતું કારણ કે, 30 સપ્ટેમ્બર, 2020 સુધી સહકારી મંડળની વાર્ષિક સામાન્ય સભા શક્ય જ નથી. આથી મહારાષ્ટ્ર સરકારે આ સમયગાળો 31 માર્ચ, 2021 સુધી કર્યો છે.
કોવિડ-19 કટોકટીના કારણે સુગર ફેક્ટરીઓ, સ્પિનિંગ મિલો અને હાઉસિંગ સોસાયટીઓ સહિતની સહકારી સંસ્થાઓ 31 જુલાઈ, 2020 સુધીમાં ઓડિટ કાર્ય પૂરું કરી રિપોર્ટ સબમિટ કરી શકશે નહીં. જેથી ઓડિટ નો સમય પણ કેબિનેટે 31 ડિસેમ્બર, 2020 સુધી વધાર્યો છે.
સહકાર મંત્રી બાળાસાહેબ પાટીલે કહ્યું, '' કોરોનાવાયરસ રોગચાળાને કારણે વાર્ષિક સામાન્ય સભા અને ઑડિટની અવધિ વધારવા માટે કેબિનેટે મહારાષ્ટ્ર સહકારી મંડળ અધિનિયમ, 1960 માં સુધારાને મંજૂરી આપી છે. '' ઉપરાંત એવી હાઉસિંગ સોસાયટીઝ, જેની સામાન્ય સભાના પાંચ વર્ષના કાર્યકાળની સમાપ્તિ થવાની છે, તેઓ હાલના કોવિડ 19 કટોકટીને કારણે ચૂંટણીઓ લઈ શકશે નહીં, અને તેથી જ કેબિનેટ દ્વારા નવી બોડી આવે ત્યાં સુધી હાલની સંસ્થાને કાર્ય કરવાની મંજૂરી આપવામાં આવી છે..
આમ અત્યાર સુધી જે હાઉસિંગ સોસાયટીઓ અવઢવમાં હતી કે ચૂંટણીઓ કેવી રીતે યોજવી!? તેનો ઉકેલ હવે સરકારે આપી દીધો છે. અત્યારે જે પદાધિકારીઓ ફરજ બજાવી રહ્યા છે તેઓ 31 માર્ચ, 2021 સુધી પોતાનું કાર્ય શરુ રાખી શકશે અને તેમના દ્વારા લેવાયેલા નિર્ણયો પણ માન્ય ગણાશે…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com