ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
12 સપ્ટેમ્બર 2020
ભારત હવામાન ખાતા (આઈએમડી) એ ગુરુવારે યલો એલર્ટ જારી કરીને આગામી 4 દિવસ સુધી મુંબઈ, થાણે અને પાલઘરના એકાંત સ્થળોએ ભારે વરસાદની આગાહી કરી છે. સાથે જ આગામી ચારથી પાંચ દિવસ દરમિયાન પશ્ચિમ અને મધ્ય ભારતના કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની અપેક્ષા છે, એમ આઈએમડીએ જણાવ્યું હતું. મહારાષ્ટ્ર ના રાયગઢ, રત્નાગિરી અને સિંધુદુર્ગ જિલ્લામાં સોમવાર સુધી એકાંત સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.
દિવસ દરમ્યાન સમગ્ર મુંબઈ અને પરા વિસ્તારોમાં અલગ-અલગ જગ્યાએ હળવા ઝાપટા નોંધાયા હતા. જ્યારે આઈએમડીના સાંતાક્રુઝ વેધશાળાએ નવ કલાકમાં (સવારે 8.30 થી સાંજે 5.30) 5.5 મીમી વરસાદ થયાનું નોંધીયુ હતું, જ્યારે કોલાબા સ્ટેશનમાં 2.2 મીમી વરસાદ નોંધાયો હતો.
આગામી ચારથી પાંચ દિવસ દરમિયાન પશ્ચિમ અને મધ્ય ભારતના કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની અપેક્ષા છે, જેમાં ગુજરાત, ગોવા, કોંકણ અને મધ્ય મહારાષ્ટ્રના ઘાટ વિસ્તારનો સમાવેશ થાય છે. 24 કલાકની આગાહી મુજબ, મુંબઈ અને ઉપનગરોમાં ક્યારેક ક્યારેક મધ્યમથી ભારે વરસાદ અને 45 થી 55 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના છે.
ગુરુવારે સવારે 6 વાગ્યે પૂરા થતાં 24 કલાકમાં મુંબઈને પાણી પહોંચાડતા સાત તળાવોના કેચમેન્ટ વિસ્તારમાં ભારે વરસાદ નોંધાયો હતો. ઓગસ્ટના પહેલા અઠવાડિયાથી કેચમેન્ટ એરિયામાં ભારે વરસાદને પગલે, પાણીનો જથ્થો કુલ ક્ષમતાના 60.17 ટકા સુધી પહોંચી ગયો છે.
