Site icon

રેડ એલર્ટ: આજે મુંબઈમાં અતિભારે વરસાદ, વેધશાળાએ ત્રણ કલાકમાં 156 મીમી વરસાદ નોંધાયો.

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

4 જુલાઈ 2020 

આજે મુંબઈ શહેર પાણી પાણી થઇ ગયું છે અને આગામી 24 કલાક પવનની સાથે અતિ ભારે વરસાદ પડવાની સાથે જ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આજે પણ મુંબઈમાં મુશળધાર વરસાદ આખો દિવસ વરસશે. ગઈકાલથી થઈ રહેલા વરસાદ બાદ મુંબઈના રસ્તાઓ પર ઠેર-ઠેર પાણી ભરાઈ ગયા છે જેને કારણે શહેરમાં ભારે ટ્રાફિક જામની સ્થિતિ ઉદ્ભવી છે, તો બીજી બાજુ ત્રણ ફ્લાઈટ્સને ડોમેસ્ટિક એરપોર્ટ તરફ ડાયવર્ટ કરવી પડી છે. હવામાન વિભાગે લોકોને સાવચેત રહેવા અને ઘરમાં જ રહેવાની તાકીદ કરી છે, કારણ કે રેડ એલર્ટનો મતલબ અતિભારે વરસાદ પડવાના સંકેતો છે. મુંબઈ ઉપરાંત થાણા, પાલઘર, રાયગઢમાં પણ અતિભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.

કોલાબા વેધશાળાએ માત્ર ત્રણ કલાકની અંદર 156 મીમી વરસાદ નોંધાયો છે. જ્યારે સાન્તાક્રુઝ વેધશાળાએ 102.7 વરસાદ નોંધાયો છે.  માનવામાં આવે છે કે આજે સીઝનનો સૌથી વધુ વરસાદ રાત સુધીમાં વરસી શકે છે. આથી જ બી.એમ.સી એ  જનતા ને જાણ કરી છે કે ભારે વરસાદ અને જળ ભરાવાને કારણે વીજળી અને પાણી જેવી સેવાઓ બધી થઈ શકે છે.. અને સૌથી ખરાબ અસર શહેરના ટ્રાફિક પર પડશે. આથી કામ વગર લોકોએ બહાર ન નીકળવાની ચેતવણી આપવામાં આવી છે. નબળા હવામાનની અસર હવાઇ સેવાઓ પર પણ પડી રહી છે આનું એક કારણ છે છવાયેલા વાદળો, જેને કારણે આકાશમાં વિઝન સ્પષ્ટ નથી મળી રહ્યું. હવામાન ખાતાના જણાવ્યા મુજબ રાયગઢ, પાલઘર થી લઈને ગુજરાત સુધીના તટીય વિસ્તારોમાં દિવસભર અતિ ભારે વરસાદ પડવાની સંભાવના છે…

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.

https://bit.ly/2VKmd8S  

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com   

Bhiwandi Fire: ભિવંડીની ડાઇંગ ફેક્ટરીમાં ભીષણ આગ, ૩ માળની બિલ્ડિંગ બળીને ખાખ; જાણો કેવી રીતે લાગી આગ.
Maharashtra Weather Update: મુંબઈ સહિત કોંકણમાં ઉકળાટ વધશે, ૨ માર્ચ સુધી તાપમાનમાં ૩-૫ ડિગ્રીનો વધારો; હવામાન વિભાગની નવી આગાહી.
HSC Paper Leak Nagpur 2026: ૧૨મા ધોરણના પેપર લીક કેસમાં નવો વળાંક: ફિઝિક્સ-કેમિસ્ટ્રી બાદ ગણિતનું પેપર પણ લીક; સીલબંધ કવરમાંથી પ્રશ્નપત્રો ગાયબ થતા તપાસ તેજ.
Malegaon Municipal Corporation Namaz Case: માલેગાંવ મહાનગરપાલિકામાં હંગામો: નમાજ પઢવાના વિરોધમાં મહંત અનિકેતશાસ્ત્રી મેદાનમાં; સરકારી પરિસરમાં ધાર્મિક પ્રવૃત્તિઓ મુદ્દે ઉઠ્યા સવાલો
Exit mobile version