Site icon

Mumbai-Goa Highway Accident: મુંબઈ-ગોવા હાઈવે પર જીવલેણ અકસ્માત, નવ મુસાફરોના મોત

Mumbai-Goa Highway Accident: મુંબઈ-ગોવા હાઈવે પર જીવલેણ અકસ્માત, નવ મુસાફરોના મોત

Mumbai-Goa Highway Accident: 9 people died

Mumbai-Goa Highway Accident: મુંબઈ-ગોવા હાઈવે પર જીવલેણ અકસ્માત, નવ મુસાફરોના મોત

News Continuous Bureau | Mumbai

Mumbai-Goa Highway Accident: મુંબઈ-ગોવા હાઈવે પર એક ભયાનક અકસ્માત થયો છે અને અકસ્માતમાં 9 લોકોના મોત થયા છે (Accident News). રાયગઢ નજીક રેપોલી ગામ પાસે કાર અને ટ્રક વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો. દરમિયાન, અકસ્માતનું કારણ હજુ અસ્પષ્ટ છે. અકસ્માતની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને બચાવ કામગીરી શરૂ કરી હતી. તેમજ અકસ્માતને કારણે મુંબઈ-ગોવા હાઈવે પર ટ્રાફિક જામ થઈ ગયો હતો. પોલીસે રોડ પરથી અકસ્માતગ્રસ્ત વાહનોને હટાવીને વાહનવ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો.

Join Our WhatsApp Community

કેવી રીતે થયો અકસ્માત? પ્રત્યક્ષદર્શીઓ દ્વારા આપવામાં આવેલી માહિતી આ પ્રમાણે છે.

રાયગઢ નજીક રેપોલી ગામ પાસે કાર અને ટ્રક સામસામે અથડાયા અને એક ભયાનક અકસ્માત થયો. આ અકસ્માતમાં 9 લોકોએ જીવ ગુમાવ્યા છે. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, ઇકો કાર અને ટ્રક સામસામે અથડાયા હતા. ગોરેગાંવ સીમામાં રેપોલ પાસે વહેલી સવારે આ અકસ્માત થયો હતો. અકસ્માતમાં કારનો કચ્ચરઘાણ વળી ગયો છે. મુસાફરી કરી રહેલા નવ મુસાફરોના મોત થયા છે.

પાંચ માસનું બાળક અકસ્માતમાં બચી ગયું

પ્રાપ્ત માહિતી અનુસાર, આ સમગ્ર ઘટના આજે (ગુરુવારે) વહેલી સવારે મુંબઈ-ગોવા હાઈવે પર બની હતી. મુંબઈ-ગોવા હાઈવે પર ગોરેગાંવના રેપોલી પાસે આજે વહેલી સવારે કાર અને ટ્રક વચ્ચે એક ભયંકર અકસ્માત થયો હતો. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર કાર અને ટ્રક સામસામે અથડાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કારમાં સવાર તમામ 9 મુસાફરોના મોત થયા હોવાની પ્રાથમિક માહિતી મળી છે. તેમજ અકસ્માતમાં 5 મહિનાનું બાળક બચી ગયું હોવાની માહિતી મળી રહી છે.

આ સમાચાર પણ વાંચો: આ સમાચાર વાંચ્યા વગર ઘરની બહાર નહીં નીકળતા : PM મોદી આજે મુંબઈમાં, વાંચો ટ્રાન્સપોર્ટમાં કેવા બદલાવ આવ્યા

Perishable Food: મહારાષ્ટ્રના ખેડૂતોને મોટી રાહત: વિદેશમાંથી આવશે આધુનિક ટેકનોલોજી, હવે નાશવંત ખાદ્ય ચીજો મહિનાઓ સુધી ટકશે!
Bihar Elections: એકનાથ શિંદેનો બિહારના મતદારોને સ્પષ્ટ સંદેશ “બિહારમાં ફરી જંગલરાજ ન ખપે!” વિપક્ષ પર આકરા પ્રહાર.
Matheran Mini Train: નેરળ-માથેરાન ઐતિહાસિક મિની ટ્રેન ફરીથી ‘આ’ તારીખથી દોડતી થશે!
Mumbai Cricket Association: MCA ચૂંટણી પર મોટું સંકટ! રાજકીય હસ્તક્ષેપ પર બોમ્બે હાઈકોર્ટ કડક, ઉમેદવારોની યાદી જાહેર કરવા પર તાત્કાલિક રોક.
Exit mobile version