News Continuous Bureau | Mumbai
મુંબઈ (Mumbai) થી ગોવા (Goa) જતા રસ્તામાં એક બહુ મોટો ખાટ આવે છે. આ ઘાટ નું નામ કશેડી ઘાટ (Kashedi Ghat) છે. આ ઘાટ પસાર થતા લોકોને આશરે દોઢ કલાક જેટલો સમય લાગે છે. જોકે હવે ભારત સરકાર (Central Govt) ના પરિવહન વિભાગ દ્વારા એક બોગદુ બનાવવામાં આવ્યું છે જેનું કામ લગભગ પૂરું થઈ ગયું છે. આ બધાને કારણે વાહનચાલકો (Motorists) નો દોઢ કલાક જેટલો સમય બચી જશે. અને તેટલું જ અંતર માત્ર ચાર મિનિટમાં કપાશે. કશેડી ઘાટ પર ટનલનું 80 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે અને હવે અંદરના કોંક્રીટ રોડનું (Concrete road) કામ બાકી છે. રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિભાગે(National Highways Department) કુલ 9 કિમીની લંબાઈ માટે 2 કિમીની બે સમાંતર ટનલ (Tunnel) ખોલવાની યોજના બનાવી છે. આ ટનલને કારણે એક કલાકના ચોથા ભાગના વર્તમાન ઘાટને પાર કરવામાં માત્ર બે મિનિટનો સમય લાગશે.
ઉલ્લેખનીય છે કે આ ઘાટ પર ચોમાસામાં ભૂસ્ખલનને કારણે હાઇવે બંધ રહે છે. ઘાટ ઉપર અને નીચે જવા માટે એક કલાક લાગે છે.