ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૨૮ એપ્રિલ 2021
બુધવાર
મહારાષ્ટ્રની મંત્રીમંડળની બેઠકમાં જે સૌથી અગત્યના મુદ્દે ચર્ચા થવાની છે તે છે વેક્સિન પ્રોગ્રામ. મહારાષ્ટ્રમાં 18 વર્ષથી ઉપરના કેટલા લોકોને વેક્સિન આપી શકાય છે તેમ જ આ વેક્સીન ક્યાંથી આવશે તે સંદર્ભે ઉગ્ર ચર્ચા થાય તેવી શક્યતા છે. સરકાર વેક્સિનેશન પ્રોગ્રામ પર ભાર આપવાની સાથે જ લોકડાઉન અથવા લોકડાઉન જેવા પ્રતિબંધો ચાલુ રાખી શકે છે. એવી ચર્ચા છે કે વેક્સિનેશન કાર્યક્રમ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે અને બીજી તરફ લોકડાઉન ના નિયમો થોડા હળવા કરી ને લોકડાઉન ને ચાલુ રાખવામાં આવે. આવું કરવાથી એક મહિનામાં પરિસ્થિતિ સંપૂર્ણપણે કાબુમાં આવશે એવું અનેક અધિકારીઓનું માનવું છે.
એટલે મંત્રીમંડળની બેઠકમાં હવે એ જોવાનું રહ્યું કે પહેલા લોકડાઉન ખસે છે કે પછી વેક્સિનેશન સંદર્ભે નિર્ણય લેવાય છે.