News Continuous Bureau | Mumbai
Mumbai: NCP ચીફ શરદ પવાર ( Sharad Pawar ) જૂથના નેતા જીતેન્દ્ર આવ્હાડે ( jitendra awhad ) ભગવાન રામને ( Lord Ram ) લઈને વિવાદાસ્પદ ટિપ્પણી ( Controversial comment ) કરી છે. તેમણે શિરડીમાં ( Shirdi ) એક શિબિરમાં રામ મંદિરના ઉદ્ઘાટનને ( Ram temple inauguration ) લઈને નિવેદન આપીને વિવાદનો મધપુડો છંછેડ્યો છે. તેમણે કહ્યું કે રામ અમારા છે, બહુજનના છે. રામ શિકાર કરીને માંસ ખાતા હતા. એટલા માટે અમે પણ માંસાહારી ( Non Vegetarian ) છીએ પણ તમે લોકો તેને માત્ર શાકાહારી ( Vegetarian ) બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છો. પોતાની વાતને સાચી સાબિત કરવા માટે તેમણે એવો તર્ક પણ આપ્યો કે, 14 વર્ષ જંગલમાં રહેનારો વ્યક્તિ શાકાહારી ભોજન ક્યાંથી એકત્ર કરશે.
શિરડીમાં શિબિર બાદ પોતાના ભાષણમાં જીતેન્દ્ર આવ્હાડે અયોધ્યામાં રામ લાલાના અભિષેક પહેલા વિવાદિત નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે ભગવાન રામ માંસાહારી હતા અને કેટલાક લોકો તેને શાકાહારી બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. 14 વર્ષ સુધી જંગલમાં રહેનાર વ્યક્તિને શાકાહારી ખોરાક કેવી રીતે મળશે? હું પણ રામ ભક્ત છું અને માંસ ખાઉં છું.
🚨Ahead of Ram Temple inauguration in Ayodhya, NCP leader Jitendra Awhad said “Lord Ram lived in forest for 14 years, where he would have got vegetarian food in jungles. Whatever I said is the truth. He was a non-vegetarian.”pic.twitter.com/zaR9pwuJTe
— मैं हूँ Sanatani 🇮🇳 🚩🚩 (@DesiSanatani) January 3, 2024
આ દેશમાં 80 ટકા લોકો માંસાહાર કરે છે અને તેઓ રામ ભક્ત છે: આવ્હાડ…
ભાષણ બાદ મીડિયા સાથે વાત કરતા આવ્હાડે કહ્યું હતું કે, મેં કોઈ વિવાદાસ્પદ નિવેદન આપ્યું નથી. હું મારા નિવેદન પર અડગ છું. શ્રી રામને શાકાહારી બનાવવામાં આવી રહ્યા છે. જો કે શું વનવાસ દરમિયાન તેમણે મેથીની ભાજી ખાધી હતી? આ દેશમાં 80 ટકા લોકો માંસાહાર કરે છે અને તેઓ રામ ભક્ત છે.
આ સમાચાર પણ વાંચો : Ira khan Nupur shikhre wedding: ઇરા ખાન અને નૂપુર શિખરે ને લગ્ન માં આશીર્વાદ આપવા આવી ભારત ની આ મોટી હસ્તી, આમિર ખાન અને કિરણ રાવે કર્યું તેમનું ઉષ્મભેર સ્વાગત, જુઓ વિડીયો
પોતાના નિવેદન અંગે તર્ક આપતા આવ્હાડે માનવ ઇતિહાસનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, હજારો વર્ષ પહેલા, જ્યારે કંઈ ઉગાડવામાં આવતું ન હતું, ત્યારે તમામ લોકો માંસાહારી હતા. આવ્હાડે વધુમાં કહ્યું હતું કે, અમે ક્યારે મોઢા પર રામનામ અને મનમાં રાવણ નથી રાખતા. રામ તમારા પિતા નથી અને અમારા પિતા પણ નથી. હું રામના દર્શન કરવા જઈ રહેલા ત્રણેય પક્ષોના નેતાઓને પૂછવા માંગુ છું કે, માતા-પિતાની ઈચ્છાથી જ 14 વર્ષનો વનવાસ ભોગવનાર રામ આ ત્રણેય પક્ષોમાં હોઈ શકે? ઉલ્લેખનીય છે કે 22મી જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરનું ઉદ્ધાટન થવા જઈ રહ્યું છે અને ઉદ્ધાટન પહેલા ભગવાન રામના વિશે આવી ટીપ્પણીથી શ્રદ્ધાળુઓની લાગણીને ભારે ઠેસ પહોંચી છે. લોકો આ મુદ્દે ટ્વિટર પર, આ ટીપ્પણીને વખોડી રહ્યાં છે..