ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
22 ફેબ્રુઆરી 2021
રાષ્ટ્રવાદી કોંગ્રેસના નેતા અને ગૃહનિર્માણ પ્રધાન જીતેન્દ્ર આહ્વડે આરોપ લગાવ્યો છે કે તેમને શંકા છે કે તેમનો ટેલીફોન ટેપ થઇ રહ્યો છે. તેમણે સાર્વજનિક રીતે આ આરોપ કર્યો છે અને તેની સાથે એવો પણ આરોપ લગાવ્યો છે કે તેમના whatsapp મેસેન્જર ને આંતરવામાં આવી રહ્યું છે.
આ આરોપોને કારણે મહારાષ્ટ્રની મોજુદા ઠાકરે સરકાર પોતે વિવાદોમાં આવી ગઈ છે.એક સમયે ભાજપની સરકાર પર આરોપ લગાવવામાં આવી રહ્યા હતા કે વિપક્ષના ફોનોને ટેપ કરવામાં આવે છે. ત્યારે બીજી તરફ હવે ખુદ ઠાકરે સરકાર પર આ આરોપ લાગ્યા છે.