Site icon

Mumbai Metro Update: મુસાફરો વધુ સરળ બનશે, ગણતરીની મિનિટોમાં પહોંચી જશો કાંજુરમાર્ગ થી અંબરનાથ; MMRDAએ એ ગતિવિધિઓ શરૂ કરી..

Mumbai Metro Update: મુંબઈમાં ટ્રાફિક જામની સમસ્યાના નિવારણ માટે મેટ્રો રેલ નેટવર્કનું વિસ્તરણ કરવામાં આવી રહ્યું છે. ઠેર ઠેર મેટ્રો રેલવર્કના કામ ફૂલ સ્પીડમાં ચાલુ છે. દરમિયાન વધુ એક નવા રૂટ પર કામ હાથ ધરવામાં આવનાર છે.

Mumbai Metro Update Check new updates on all 14 metro rail line

Mumbai Metro Update Check new updates on all 14 metro rail line

News Continuous Bureau | Mumbai

Mumbai Metro Update: અંબરનાથ-બદલાપુર-મહાપેના લાખો રહેવાસીઓને ટૂંક સમયમાં રાહત મળશે. મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (MMRDA) મહારાષ્ટ્ર સરકાર સાથે મળીને મુંબઈ મેટ્રો 14 બનાવવાની યોજના બનાવી  છે. આ વર્ષે કાંજુરમાર્ગથી બદલાપુર મેટ્રો લાઇન 14નું કામ હાથ ધરવા માટે મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (MMRDA) એ ગતિવિધિઓ શરૂ કરી દીધી છે. 

Join Our WhatsApp Community

Mumbai Metro Update: MMRDA કરશે સલાહકારની નિમણૂક…

મીડિયા રિપોર્ટ મુજબ આ મેટ્રો લાઇનની પર્યાવરણીય અસરોનો અભ્યાસ કરવા માટે MMRDA ટૂંક સમયમાં એક સલાહકારની નિમણૂક કરશે. પરિણામે, બદલાપુરના લોકો માટે મુંબઈની મુસાફરી ટૂંક સમયમાં સરળ અને વધુ આરામદાયક બનશે. MMRDA દ્વારા નિયુક્ત આ સલાહકારને પર્યાવરણીય મંજૂરીઓ પણ મેળવવી પડશે. MMRDA એ સલાહકારોની નિમણૂક માટે ટેન્ડર આમંત્રિત કર્યા છે. મેટ્રો લાઇન 14 38 કિમી લાંબી છે અને તેમાં 15 સ્ટેશન હશે.  

Mumbai Metro Update: મુસાફરી બનશે ઝડપી

અંબરનાથ અને બદલાપુરમાં ભીડ દિવસેને દિવસે વધી રહી છે. આ ભીડનું દબાણ સ્થાનિક પર પડી રહ્યું છે. સડક માર્ગે બદલાપુર પહોંચવામાં દોઢ થી બે કલાક લાગે છે. ઉપરાંત, દરરોજ લોકોની મોટી ભીડ હોય છે. આ કારણે બદલાપુર મેટ્રો દ્વારા સીધું મુંબઈ સાથે જોડાયેલું રહેશે. કાંજુરમાર્ગથી બદલાપુર મેટ્રો પ્રોજેક્ટ અંબરનાથ-બદલાપુર વિસ્તારને નવી મુંબઈ-થાણે-ભિવંડી શહેરો સાથે જોડશે. આ મેટ્રો બદલાપુર, અંબરનાથ, નીલજે, શિલફાટા, મહાપે, ઘનસોલીમાંથી પસાર થશે અને અંતે થાણે ક્રીક પાર કરીને મુંબઈના કાંજુરમાર્ગ પહોંચશે. આ લાઇન પર કુલ 15 સ્ટેશન હશે, જેમાંથી 13 એલિવેટેડ સ્ટેશન હશે. આ મેટ્રોથી રહેવાસીઓને ઘણો ફાયદો થશે.

આ સમાચાર પણ વાંચો :  NHAI Toll : ટોલ પ્લાઝા પર ફી વસૂલાતમાં અનિયમિત પ્રવૃત્તિઓ બદલ NHAIએ 14 એજન્સીઓને પ્રતિબંધિત કરી

Mumbai Metro Update: કનેક્ટિવિટી વધશે

38 કિમી લાંબી મેટ્રો લાઇનમાં બંને સ્ટોપથી 15-15 સ્ટેશન, 13 એલિવેટેડ સ્ટેશન અને 1 ભૂગર્ભ સ્ટેશન હશે. બદલાપુરથી કાંજુરમાર્ગ મેટ્રો 14, વડાલા-ઘાટકોપર-કાસરવડાવલી મેટ્રો 4, સ્વામી સમર્થ નગર જોગેશ્વરી-કાંજુરમાર્ગ મેટ્રો 6, કાંજુરમાર્ગ રેલ્વે સ્ટેશન અને  3 અન્ય સ્થળોને ઇન્ટરચેન્જ દ્વારા જોડવામાં આવશે.

 

 

Cyclone Ditva: ભારતીય સમુદ્રમાં બે ચક્રવાત સક્રિય, ‘દિતવા’ અને નબળું ‘સેન્યાર’ મળીને કયો મોટો ખતરો સર્જશે?
Mumbai AQI: મુંબઈનો AQI લેવલ ચિંતાજનક સ્તરે પહોંચ્યો, જાણો BMC દ્વારા પ્રદૂષણ નિયંત્રણ માટે શું પગલાં લેવાયા?
Congress resignation: મહારાષ્ટ્ર રાજકારણ: કલ્યાણમાં કોંગ્રેસના અનેક નેતાઓના સામૂહિક રાજીનામા, નિકાય ચૂંટણી પહેલાં પાર્ટીમાં ભંગાણ
Nashik Kumbh Mela 2027: નાશિક કુંભમેળા માટે બોધચિહ્ન ડિઝાઇન સ્પર્ધા જાહેર; પ્રથમ પારિતોષિક 3 લાખ
Exit mobile version