મયુર પરીખ
મુંબઈ
20 ઓગસ્ટ 2020
કાંદીવલી સ્થિત મહાવીર નગર વિસ્તારમાં આવેલું કોરોના કેર સેન્ટર – પાવનધામ હવે બંધ થયું છે. આ કેર સેન્ટર ને ખાસ્સી પ્રસિદ્ધિ મળી હતી, આ પ્રસિદ્ધિ પાવનધામ ની અદ્ભુત કામગીરીના પ્રતાપે મળી. પરંતુ હવે પાવનધામ કોરોના કેર સેન્ટર ની કામગીરી આગળ નહીં વધી શકે. મુંબઈ મહાનગરપાલિકાએ આ સંદર્ભે પાવનધામ કોરોના કેર સેન્ટર ને એક નોટિસ ફટકારી દીધી છે. મહાનગરપાલિકાએ બજાવેલી નોટિસમાં સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે હવે પાવનધામ એકેય નવા દર્દીને દાખલ નહીં કરી શકે. આ ઉપરાંત મહાનગરપાલિકાએ સલાહ આપી છે કે મોજુદા દર્દીઓને પાવનધામ પ્રશાસન વાળા મહાનગરપાલિકા સંચાલિત કોરોના કેર સેન્ટરમાં સ્થળાંતરિત કરે. આ નોટિસ ના અનુસંધાને પાવનધામ કોરોના કેર સેન્ટર દ્વારા નવા દર્દીઓની ભરતી 15 ઓગસ્ટથી બંધ કરવામાં આવી છે.
અત્યાર સુધી પાવન ધામમાં કુલ ૮૫૦ જેટલા દર્દીઓ સાજા થઈને પોતાના ઘરે પહોંચ્યા છે. તેમજ અહીં ઈલાજ પણ સાવ ઓછી કિંમતે થઈ રહ્યો હતો. અનેક સેવાભાવી સંસ્થાઓ તેમજ મહાનુભાવો દ્વારા ચેરિટીના સ્વરૂપે ઈલાજ ની કુલ કિંમત ઉપર સવલત આપવામાં આવી હતી. આ કારણે ઉત્તર મુંબઈના અનેક દર્દીઓ પાવનધામ માં ઈલાજ કરાવવા માટે આવી પહોંચતા હતા. અનેક ઉચ્ચશિક્ષણ પામેલા ડોક્ટર, નર્સ તેમજ અન્ય સ્ટાફ અહીં પોતાની સેવા આપી રહ્યા હતા.
આ સંદર્ભે મહાનગરપાલિકાના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર વિશ્વાસ શંકર રાવ નું કહેવું છે કે મુંબઈ મહાનગરપાલિકાના અનેક કોરોના કેર સેન્ટર ખાલી પડયા છે. ગોરેગામ સ્થિત નેસ્કો, દહીસર ખાતે બાંધવામાં આવેલા નવા કેર સેન્ટર, તેમજ સરકારી હોસ્પિટલમાં અનેક ખાટલો ખાલી છે. અહીં મફતમાં લોકોનો ઇલાજ કરવામાં આવે છે. આ પરિસ્થિતિમાં હવે ખાનગી કોરોના કેર સેન્ટર ની જરૂર રહી નથી. આ ઉપરાંત હવે ખાનગી ઇમારતોમાં પણ કેર સેન્ટર બનાવવાની પરવાનગી નહીં મળે. દિવસે દિવસે કોરોના નો પ્રભાવ ઓછો થતો જાય છે. આથી મહાનગરપાલિકાએ આ નિર્ણય લીધો છે..
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com