ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
05 માર્ચ 2021
કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ નાના પટોળે એ ભારતીય જનતા પાર્ટી ને સીધા સવાલો પૂછ્યા છે. મહારાષ્ટ્ર વિધાનસભામાં પોતાનું વક્તવ્ય આપતી વખતે તેમણે જણાવ્યું કે જે લોકો અત્યારે રામ મંદિરના નામે પૈસા ભેગા કરે છે તેમણે ૩૦ વર્ષ અગાઉ પણ પૈસા ભેગા કર્યા હતા. આ પૈસા ક્યાં ગયા? આ પૈસાનું શું થયું?
વિધાનસભામાં નાના પટોળે એ જોરદાર ફટકાબાજી કરી તેમજ ભારતીય જનતા પાર્ટીને પોતાના સવાલોથી મૂંઝવી નાખ્યા હતા.