ન્યુઝ કંટીન્યુઝ બ્યુરો.
મુંબઈ 20 એપ્રિલ 2021.
મંગળવાર.
શનિવાર અને રવિવારની રજા દરમિયાન બહાર હરવા ફરવાના શોખીન મુંબઈગરાઓ લોકડાઉન દરમિયાન પણ ઘરની બહાર નીકળ્યા અને પોલીસની ચપેટમાં આવી ગયા.
મહારાષ્ટ્રમાં વધતા કોરોના સંક્રમણ ના પગલે રાજ્ય સરકારે સપ્તાહ દરમિયાન આંશિક લોકડાઉન જ્યારે વિકેન્ડ દરમિયાન સંપૂર્ણ લોકડાઉનનો આદેશ જાહેર કર્યો હતો. પરંતુ સેર સપાટાના શોખીન એવા મુંબઈકર રવિવાર દરમિયાન પણ ઘરની બહાર નીકળ્યા અને પોલીસના સકંજામાં આવી ગયા. ગત સપ્તાહમાં મુંબઈ પોલીસે કોવિડ 19 ના નિયમનુ ઉલ્લંઘન કરવા બદલ 460 કેસ નોંધ્યા હતા. જ્યારે તેમાંથી 204 કેસ તો ફક્ત રવિવારના દિવસના જ હતા. સરકાર દ્વારા જાહેર કરાયેલા આદેશોની અવગણના માટે આઈપીસીની કલમ ૧૮૮ હેઠળ આ દરેક લોકો પર કેસ નોંધવામાં આવ્યો હતો. રવિવારે નોંધાયેલા લોકોને જામીન પર છોડવામાં આવ્યા હતા જ્યારે બાકીના લોકોને નોટિસ પાઠવવામાં આવી છે. જો કે ગત વર્ષ માર્ચ મહિનાથી લાદવામાં આવેલા સંપૂર્ણ લોકડાઉનમાં આવા 29,055 નોંધવામાં આવ્યા હતા.
કોરોના વધુ એક જાણીતા કલાકાર ને ભરખી ગયો. આજે લીધા અંતીમ શ્વાસ…
ઉલ્લેખનીય છે કે, મુંબઈ ટ્રાફિક પોલીસે વાહનચાલકો વિરૂદ્ધ પણ ચલાન કાપીને 288 વાહનો કબજે કર્યા હતા.