ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 9 ઑગસ્ટ, 2021
સોમવાર
સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય અબુ આસિમ આઝમી વિરુદ્ધ કોવિડ-19ના નિયમોને તોડીને બર્થ ડે મનાવવાના આરોપમાં કેસ નોંધાયો છે.
સમાજવાદી પાર્ટી મહારાષ્ટ્રના અધ્યક્ષ અને મુંબઈના ગોવંડી વિસ્તારના ધારાસભ્ય અબુ આસિમ આઝમીએ પોતાના 66મા જન્મદિવસના અવસરે કોરોના ગાઈડલાઈન્સને નેવે મૂકી પોતાના સમર્થકોની સાથે સોશિયલ ડિસ્ટન્સિંગના લીરેલીરા ઉડાડ્યા.
બર્થ ડે નો વીડિયો સામે આવ્યા બાદ શિવાજી નગર પોલીસે સપા ધારાસભ્ય અબુ અસીમ આઝમી સહિત તેમના 18 સમર્થકો વિરૂદ્ધ પેંડેમિક એક્ટ સહિત કેટલીક ધારાઓમાં કેસ નોંધવામાં આવ્યો છે.
જોકે આ કેસમાં અત્યાર સુધી કોઈની ધરપકડ થઈ નથી.
કાશી વિશ્વનાથ મંદિરમાં ભક્તોનું ઘોડાપૂર, કોરોનાના નિયમોનો ખુલ્લેઆમ ભંગ; જુઓ તસવીરો