ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
29 જુન 2020
મુંબઈ પોલીસ સ્ટેશનમાં 46 લક્ઝરી ગાડીઓ ધૂળ ખાઈ રહી છે.. જપ્ત થયેલી ગાડીઓમાં રોલ્સ રોયલ, ફરારી, ઓડી, બીએમડબલ્યુ અને મર્સિડીઝ જેવી કારોનો સમાવેશ થાય છે.
લોકડાઉન દરમિયાન મુંબઈમાં ટ્રાફિક નિયમો તોડવા તેમ જ ધારા 144 નું ઉલ્લંઘન કરવા બદલ, પોલીસે પાછલા બે મહિના દરમિયાન 46 લક્ઝરી ગાડીઓ જપ્ત કરી છે. આ સંદર્ભે 47 લોકોની ધરપકડ કર્યા બાદ પોલીસ સ્ટેશનમાંથી જમાનત મળતાં છોડવામાં આવ્યા છે. પરંતુ, ઘણી લક્ઝરી ગાડીઓ હજુ પણ પોલીસના કબજામાં છે. આમાં 33 લક્ઝરી કાર અને 13 મોટરસાયકલ નો સમાવેશ થાય છે.
પોલીસના જણાવ્યા મુજબ જપ્ત કરાયેલા મોટાભાગના વાહનોના દક્ષિણ મુંબઈના કફ પરેડ અને પશ્ચિમી ઉપનગરમાં રહેતા લોકોના છે. જેમાં વેપારીઓ, રાજકારણીઓ અને સંપન્ન ઘરના લોકોનો સમાવેશ થાય છે. પોલીસના જણાવ્યા મુજબ આ આરોપીઓને પોલીસ સ્ટેશનમાંથી તો જમાનત મળી ગઈ છે પરંતુ વાહન છોડાવવા માટે તેમણે અદાલતમાં જવું પડશે. નોંધનીય છે કે આ તમામ વાહનો લાપરવાહીથી ચલાવવા અને ટ્રાફિક નિયમોનો ભંગ કરવાના નવા કાનૂન હેઠળ નોંધાયા છે….
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com