Site icon News Continuous Bureau | Mumbai

46 લક્ઝરી વાહનો પોલીસ સ્ટેશનમાં ધુળ ખાય છે, લોકડાઉનમાં નિયમોનું ઉલ્લંઘન કરાતાં પોલીસે કબજે કર્યા હતાં

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Channel

29 જુન 2020

મુંબઈ પોલીસ સ્ટેશનમાં 46 લક્ઝરી ગાડીઓ ધૂળ ખાઈ રહી છે.. જપ્ત થયેલી ગાડીઓમાં રોલ્સ રોયલ, ફરારી, ઓડી, બીએમડબલ્યુ અને મર્સિડીઝ  જેવી કારોનો સમાવેશ થાય છે. 

લોકડાઉન દરમિયાન મુંબઈમાં ટ્રાફિક નિયમો તોડવા તેમ જ ધારા 144 નું ઉલ્લંઘન કરવા બદલ, પોલીસે પાછલા બે મહિના દરમિયાન 46 લક્ઝરી ગાડીઓ જપ્ત કરી છે. આ સંદર્ભે 47 લોકોની ધરપકડ કર્યા બાદ પોલીસ સ્ટેશનમાંથી જમાનત મળતાં છોડવામાં આવ્યા છે. પરંતુ, ઘણી લક્ઝરી ગાડીઓ હજુ પણ પોલીસના કબજામાં છે. આમાં 33 લક્ઝરી કાર અને 13 મોટરસાયકલ નો સમાવેશ થાય છે.

 પોલીસના જણાવ્યા મુજબ જપ્ત કરાયેલા મોટાભાગના વાહનોના દક્ષિણ મુંબઈના કફ પરેડ અને પશ્ચિમી ઉપનગરમાં રહેતા લોકોના છે. જેમાં વેપારીઓ, રાજકારણીઓ અને સંપન્ન ઘરના લોકોનો સમાવેશ થાય છે. પોલીસના જણાવ્યા મુજબ આ આરોપીઓને પોલીસ સ્ટેશનમાંથી તો  જમાનત મળી ગઈ છે પરંતુ વાહન છોડાવવા માટે તેમણે અદાલતમાં જવું પડશે. નોંધનીય છે કે આ તમામ વાહનો લાપરવાહીથી ચલાવવા અને ટ્રાફિક નિયમોનો ભંગ કરવાના નવા કાનૂન હેઠળ નોંધાયા છે….

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.

https://bit.ly/2Vt8seD  

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com    

Karjat Railway Station Ticket Checking કર્જત રેલવે સ્ટેશને સેન્ટ્રલ રેલવેની સરપ્રાઈઝ ટિકિટચેકિંગ ૩૮૨ મુસાફરો પાસેથી ₹૧.૭૪ લાખથી વધુનો દંડ વસૂલાયો
Pension Adalat Grievance Redressal પેન્શન અટવાયું છે કે ફરિયાદ છે? ગુજરાત પોસ્ટલ સર્કલ દ્વારા 18 સપ્ટેમ્બરે વિશેષ પેન્શન અદાલતનું આયોજન
Dahisar 7 Foot Python Rescued બોનેટ ખોલતાં જ ઉડી ગયા હોશ! દહીસરમાં કારના એન્જિનમાં બેઠો હતો 7 ફૂટ લાંબો મહાકાય અજગર, સર્પમિત્રોએ કર્યો રેસ્ક્યુ
Thane Police Mobile Recovery ઠાણે પોલીસની સફળ કામગીરી સીઇઆઇઆર પોર્ટલની મદદથી ૧૯ લાખથી વધુ કિંમતના ૧૮૦ ગુમ થયેલા મોબાઇલ ફોન કરાયા હસ્તગત
Exit mobile version