ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 25 ફેબ્રુઆરી 2022,
શુક્રવાર
મધ્ય રેલવેએ ગરીબરથ તરીકે ઓળખાતી સહ્યાદ્રી અને ગોદાવરી એક્સપ્રેસને કાયમી ધોરણે બંધ દોડતી બંધ કરી છે.
આ પાછળનું મુખ્ય કારણ રૂટ પર ઓછી સુરક્ષા અને અન્ય ટ્રેનોની હાજરી છે.
ટ્રેન સેવાઓને સુવ્યવસ્થિત કરવાની મોટી યોજનાના ભાગરૂપે આ પગલું લેવાયું છે.
જોકે રેલવેએ આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી.
કોઈપણ જાતની આગોતરી સૂચના વગર ટ્રેનો બંધ કરી દેવાતા નાગરિકોએ અસંતોષ વ્યક્ત કર્યો છે.
પ્રવાસીઓની સુવિધા માટે જાલના જન શતાબ્દી એક્સપ્રેસમાં છથી સાત કોચ જોડવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે સહ્યાદ્રી, ગોદાવરી એક્સપ્રેસ પશ્ચિમ મહારાષ્ટ્રમાં સૌથી લોકપ્રિય ટ્રેન તરીકે જાણીતી છે.
