News Continuous Bureau | Mumbai
Mumbai rain : મુંબઈમાં ભારે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે. આ ઉપરાંત વરસાદની અસર વાહનવ્યવહારના સાધનો પર પણ જોવા મળી રહી છે. એક તરફ અનેક વિસ્તારોમાં ટ્રાફિક જામની સ્થિતિ છે. દાદર, વિલેપાર્લે, કિંગ્સ સર્કલ સહિત અનેક વિસ્તારોમાં પાણી ભરાવાને કારણે વાહનો અટવાયા છે અને લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તે જ સમયે, ઘણા સ્ટેશનો પર પાણી ભરાઈ ગયા છે. જેના પગલે ટ્રેન વ્યવહાર ખોરવાઈ ગયો છે લોકલ ટ્રેનો ધીમી દોડી રહી છે. નવી મુંબઈના વાશી રેલ્વે સ્ટેશનની બહાર મુસાફરોની લાંબી લાઈન લાગી છે.. કારણ કે સવાર નો સમય હોવાથી નોકરિયાતો પોતાના કામે જવા નીકળ્યા હોય છે.
#Vashi #mumbaiarins #mumbailocal મુંબઈના વાશી રેલ્વે સ્ટેશનની બહાર લોકોની લાઈનો.. ભારે વરસાદ થી હાલાકી. pic.twitter.com/JCBss6FgoM
— news continuous (@NewsContinuous) July 8, 2024
આ સમાચાર પણ વાંચો : Heavy rain : ભારે વરસાદને કારણે રાયગઢના કિલ્લા પર લોકો અટવાયા. જુઓ આ ડરામણો વિડીયો