News Continuous Bureau | Mumbai
ભગતસિંહ કોશિયારીના સ્થાને ઝારખંડના રાજ્યપાલ રમેશ બૈસને મહારાષ્ટ્રના નવા રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે. રમેશ બૈસે આજે મહારાષ્ટ્રના 22માં રાજ્યપાલ તરીકે શપથ લીધા છે. બોમ્બે હાઈકોર્ટના કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ એસ. વી. ગંગાપુરવાલાએ હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. બૈસે મરાઠીમાં શપથ લીધા. શપથ ગ્રહણ સમારોહમાં રાજ્યના મુખ્યમંત્રી એકનાથ શિંદે હાજર રહ્યા હતા.
झारखंडचे राज्यपाल रमेश बैस यांनी महाराष्ट्राच्या राज्यपाल पदाची शपथ घेतली. राजभवन मुंबई येथे झालेल्या शपथविधी सोहळ्यात मुंबई उच्च न्यायालयाचे प्रभारी मुख्य न्यायमूर्ती संजय गंगापूरवाला यांनी राज्यपालांना पदाची शपथ दिली. राज्यपालांनी मराठीतून शपथ घेतली. pic.twitter.com/2DZPdKWG6V
— Governor of Maharashtra (@maha_governor) February 18, 2023
સપ્ટેમ્બર 2019 થી મહારાષ્ટ્રના રાજ્યપાલ તરીકે ફરજ બજાવતા કોશ્યારીએ ગયા અઠવાડિયે રાજીનામું આપ્યું હતું. રમેશ બૈસ અગાઉ ઝારખંડના રાજ્યપાલ હતા. ઝારખંડમાં તેમની જગ્યાએ સીપી રાધાકૃષ્ણનને નિયુક્ત કરવામાં આવ્યા છે.
આ સમાચાર પણ વાંચો : શ્રી સોમનાથ તીર્થધામમાં મહાશિવરાત્રિ મહોત્સવનું જાજરમાન આયોજન ભકતોનો માનવમહેરામણ શિવકૃપા પ્રાપ્ત કરવા સોમનાથ પહોચશે