ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
23 માર્ચ 2021
મુંબઇના ગોરેગામ વિસ્તારની એક ખ્યાતનામ શાળાએ વિદ્યાર્થી અને તેમના માતા-પિતા પર રીતસરનો અત્યાચાર કર્યો છે.કોરોના ના સમયગાળામાં જ્યાં એક તરફ લોકો એકબીજાને સાચવી રહ્યા છે ત્યારે બીજી તરફ તે શાળાએ તમામ માતા-પિતાઓને ચીઠ્ઠી મોકલાવી છે કે જો પુરેપુરી ફી નહીં ભરવામાં આવે તો બાળકોને આવતા વર્ષે એડમિશન નહીં આપવામાં આવે. આ ઉપરાંત શાળા એવું પણ કહ્યું છે કે ફી તમામ પાલકોએ એડવાન્સમાં ભરવી પડશે.
ઉલ્લેખનીય છે કે ફીસ મામલે અત્યારે બોમ્બે હાઈકોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. તેમજ મહારાષ્ટ્રના શિક્ષણ મંત્રીએ તમામ શાળાઓને કહ્યું છે કે વિદ્યાર્થીઓ પાસે મર્યાદિત પૈસા લેવામાં આવે. તેવા સમયે આ નોટિસ પાઠવવામાં આવી છે.

આશ્ચર્યજનક વાત એ છે કે ફી પણ વધારી નાખવામાં આવી છે. હવે આ મામલો પાલકોના એસોસિએશન પાસે પહોંચ્યો છે. આવનાર દિવસોમાં શાળાની વિરુદ્ધમાં કાર્યવાહી થાય તો નવાઇ નહીં.
