ED ની પૂછપરછ દરમિયાન શિવસેના આ નેતાની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ; જાણો વિગતે 

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 27 સપ્ટેમ્બર, 2021

સોમવાર 

મહારાષ્ટ્રના સીટી કોઓપરેટિવ બેંક ફ્રોડ કેસમાં શિવસેના નેતાની મુશ્કેલીઓ વધી રહી છે. 

શિવસેનાના ભૂતપૂર્વ સાંસદ આનંદરાવ અડસુલ અને તેમના પુત્ર અભિજિત અડસુલ આજે સવારે આઠ વાગ્યે ઇડી ઓફિસ પહોંચવાના હતા, પરંતુ તેઓ ઇડી સમક્ષ હાજર થયા ન હતા. 

આ દરમિયાન ED ના અધિકારીઓ આનંદરાવના કાંદિવલી નિવાસ સ્થાને પહોંચ્યા અને બંને લોકોની પૂછપરછ શરૂ કરી. 

પૂછપરછ દરમિયાન આનંદરાવની તબિયત બગડી, ત્યારબાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા.

ઉલ્લેખનીય છે કે ED એ તાજેતરમાં શિવસેના નેતા આનંદરાવ અડસુલને ઓફિસમાં પૂછપરછ માટે સમન્સ જારી કર્યું હતું.

એક તરફ આખો દેશ આરક્ષણથી છુટકારો ઇચ્છે છે, ત્યારે બીજી તરફ ચીફ જસ્ટિસે સુપ્રીમ કોર્ટમાં આરક્ષણનો મુદ્દો મૂક્યો; જાણો વિગત

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More