ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 27 સપ્ટેમ્બર, 2021
સોમવાર
મહારાષ્ટ્રના સીટી કોઓપરેટિવ બેંક ફ્રોડ કેસમાં શિવસેના નેતાની મુશ્કેલીઓ વધી રહી છે.
શિવસેનાના ભૂતપૂર્વ સાંસદ આનંદરાવ અડસુલ અને તેમના પુત્ર અભિજિત અડસુલ આજે સવારે આઠ વાગ્યે ઇડી ઓફિસ પહોંચવાના હતા, પરંતુ તેઓ ઇડી સમક્ષ હાજર થયા ન હતા.
આ દરમિયાન ED ના અધિકારીઓ આનંદરાવના કાંદિવલી નિવાસ સ્થાને પહોંચ્યા અને બંને લોકોની પૂછપરછ શરૂ કરી.
પૂછપરછ દરમિયાન આનંદરાવની તબિયત બગડી, ત્યારબાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા.
ઉલ્લેખનીય છે કે ED એ તાજેતરમાં શિવસેના નેતા આનંદરાવ અડસુલને ઓફિસમાં પૂછપરછ માટે સમન્સ જારી કર્યું હતું.
