મહારાષ્ટ્ર અને કર્ણાટકના સરહદી વિસ્તારનો વિવાદ ફરી જાગી ઊઠ્યો છે.
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ કર્ણાટકના વિવાદગ્રસ્ત વિસ્તારને કેન્દ્રશાસિત ક્ષેત્ર તરીકે જાહેર કરવાની માંગ બાદ ડેપ્યુટી સીએમ લક્ષ્મણ સાવડીએ વળતો જવાબ આપ્યો છે.
તેમણે કહ્યું કે મુંબઇ લાંબો સમય કર્ણાટકનો એક હિસ્સો રહ્યું હતું. મુંબઇ કર્ણાટકમાં ભેળવી દો અને એ પ્રક્રિયા પૂરી થાય ત્યાં સુધી મુંબઇને કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કરી દો.