ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
12 ફેબ્રુઆરી 2021
ચાલુ વર્ષે મહારાષ્ટ્ર સરકારને કોરોના ને કારણે પારાવાર નુકશાન થયું છે. તેમજ કર પેટે ઘણા ઓછા પૈસા પ્રાપ્ત થયા છે. આ પરિસ્થિતિમાં ઝડપથી પૈસા વસૂલ કરવા માટે સરકારે હવે લોકોને ટેક્સની નોટિસ આપવાની શરૂ કરી છે.
મહારાષ્ટ્ર સરકારે મુંબઈ ઉપનગરોમાં રહેતી હાઉસિંગ સોસાયટીઓ તેમજ પ્લોટના માલિકોને નોન એગ્રીકલ્ચર ટેક્સ ભરવા માટેની નોટિસ પાઠવી છે.આ નોટિસ તબક્કાવાર રીતે એક પછી એક લોકોને પ્રાપ્ત થઇ રહી છે. લોકોને મળેલી નોટિસમાં તેમણે અગાઉ ભરવાના બાકી રહેલા પૈસા તદુપરાંત પેનલ્ટી પણ લગાડવામાં આવી છે.
શું છે નોન એગ્રીકલ્ચર ટેક્સ?
મુંબઈ શહેરને બાદ કરતા અન્ય તમામ જગ્યા પર જમીન માલિકોને નોન એગ્રીકલ્ચર ટેક્સ ભરવો પડે છે. આ રકમ જમીન પર મોજુદ કબજેદારો તેમજ માલિકોને ભરવી પડે છે. આ રકમ ઘણી મામુલી હોય છે પરંતુ જો આ રકમ સમયસર ન કરવામાં આવે તો જમીન માલિકને આ રકમ પર ઘણી મોટી પેનલ્ટી ચૂકવવી પડે છે.
રાજ્ય સરકારે અત્યારે કાર્યવાહી શરૂ કરી છે આથી તમામ મુંબઈવાસીઓને એક પછી એક નોટિસ મળશે.
