ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 2 નવેમ્બર, 2021
મંગળવાર.
લાંબા અંતરની ટ્રેનમાં મહિલાઓ માટે પ્રવાસ કરવું દિવસેને દિવસે મુશ્કેલ થઈ રહ્યું છે. થોડા મહિના પહેલા જ લાંબા અંતરની ટ્રેન માં કર્જત નજીક ચાલુ ટ્રેનમાં મહિલા પર બળાત્કાર થયો હોવાનો બનાવ હજુ તાજો છે. ત્યાં અવંતિકા એક્સપ્રેસમાં પતિ સાથે પ્રવાસ કરનારી મહિલાની ત્રણ લોકોએ છેડતી કરી હોવાનો બનાવ બન્યો છે. બોરીવલી જીઆરપીએ આ પ્રકરણમાં આરોપીઓની શનિવારે ધરપકડ કરી હતી.
પોલીસના જણાવ્યા મુજબ 10 ઓક્ટોબરના મહિલા તેના પતિ સાથે અવંતિકામાં પ્રવાસ કરી રહી હતી. એ સમયે બોરીવલી સ્ટેશને રાતના 10 વાગે ટ્રેન થોભી હતી ત્યારે ત્રણે આરોપી તેમની સામેની સીટ પર આવીને બેસી ગયા હતા. બાદમાં તેઓએ મહિલાની છેડતી કરી હતી. મહિલાને પતિએ ગુંડાઓને રોકવાની કોશિશ કરી હતી ત્યારે તેઓએ ઉલ્ટાનું આ લોકોને જ ધમકાવ્યા હતા. અન્ય પ્રવાસીઓ તેમની મદદ આવ્યા બાદ મામલો શાંત થયો હતો.
ઘર ખરીદવા ઇચ્છુક ગ્રાહકો સાથે થતી છેતરપિંડી રોકવા મહારેરાએ ડેવલપરો માટે લીધો આ નિર્ણય. જાણો વિગત.
આ કપલ બીજા દિવસે સવારના ઈંદોર ઉતર્યા હતા. તેઓએ ઈંદોર રેલવે સ્ટેશન પર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધીને કેસ બોરીવલી રેલવે પોલીસને સોંપ્યો હતો. પોલીસે ભારે તપાસ બાદ ત્રણે આરોપીને પકડી પાડયા હતા. ત્રણે આરોપી કુરિયર કંપનીમાં કામ કરતા હતા અને અવંતિકા ટ્રેનથી અમદાવાદ જઈ રહ્યા હતા. આરોપીની ધરપકડ બાદ તેઓએ ગુનાની કબૂલાત કરી હતી.