ન્યૂઝ કંટીન્યૂઝ બ્યૂરો
મુંબઈ
16 જુલાઈ 2020
ગુરુવારે મધ્યાહન સમયે એટલે કે 16 જુલાઈ 2020 ના રોજ દહીસર ચેક નાકાથી અમદાવાદ તરફ જતો રસ્તો પૂરી રીતે ટ્રાફિકમાં અટવાઈ ગયો. એટલે કે હોટલ ફાઉન્ટન તરફ જતો રસ્તો આશરે ત્રણ કિલોમીટર જેટલો ટ્રાફિકમાં અટવાઈ ગયો છે…

અહીં રસ્તાને પહોળા કરવાની કામગીરી ચાલુ છે. પરંતુ આ કામ હજી પૂરું થયું નથી. આ ઉપરાંત જોરદાર વરસાદને કારણે રસ્તા પર માટી આવી ગઈ છે, તેમજ રસ્તો ચીકણો છે. આ કારણથી તમામ વાહન વ્યવહાર ધીમી ગતિએ આગળ વધી રહ્યા છે. ફાઉન્ટન હોટલ પાસે સિગ્નલ હોવાથી અહીં ટ્રાફિક નો ભરાવો થઈ ગયો છે…
હાલની પરિસ્થિતિ જોતા એવું લાગી રહ્યું છે કે મોડી સાંજ સુધી ટ્રાફિક આસાનીથી નહીં ખૂલે. આથી આ રસ્તે જનારને સાવધાની રાખવી પડશે…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com