ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
10 ઓગસ્ટ 2020
મુંબઈગરાઓએ તેમજ પશ્ચિમ એક્સપ્રેસ હાઇવે થી મુસાફરી કરનાર વાહન ચાલકોએ ભારે ટ્રાફિક જામ નો સામનો કરવો પડશે, કેમકે કાંદીવલી નજીક જે સ્થળે ભૂસ્ખલન થયું હતું ત્યાંથી, કાટમાળ હટાવતા હજુ થોડા દિવસો લાગશે. એમ એમએમઆરડીએ જણાવ્યું હતું. ખાસ કરીને જે ખૂબ મોટા મોટા પથ્થરો રસ્તા વચ્ચે પડ્યા છે, તેને કિનારે તો કરી દેવાયા છે. પરંતુ, ઉપાડવાની કાર્યવાહી વરસતા વરસાદમાં મુશ્કેલ બની રહી છે. આ મોટી મોટી શિલાઓ હટાવવા માટે આઈઆઈટી બોમ્બે ના નિષ્ણાંતોની મદદ પણ લેવાઈ રહી છે. એમ એમ આર ડી એ ના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે "કાંદિવલીમાં કાટમાળ હટાવતી વેળા ખ્યાલ આવ્યો કે આ જગ્યાએ કેટલીક માટી તથા મોટા પથ્થરો ઢીલા થઈ ગયા છે અને ગમે ત્યારે પડી શકે એમ છે.
આથી કોઈ જાતની અને અનિચ્છનીય ઘટનાને ટાળવા માટે પ્રશાસને કેરેજ વે ની બે લાઈન ફરીથી બંધ કરી દીધી છે. દક્ષિણ તરફના ટ્રાફિકને મલાડ અને કાંદીવલી વચ્ચેના ઉત્તર કેરેજ વે તરફ ડાયવર્ટ કરી દેવાયો છે.
નોંધનીય છે કે ભારે વરસાદને કારણે ગયા મંગળવારે કાંદીવલી એક્સપ્રેસ હાઇવે નજીક મોટા મોટા પથ્થરો રસ્તા પર ધસી આવ્યા હતા. જેને કારણે ટ્રાફિક જામની સ્થિતિ ઉદ્ભવી હતી…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com