ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
10 જુલાઈ 2020
દેશમાં મુંબઈમાં કોરોનાના સૌથી વધુ સંક્રમણ ના કેસો સામે આવ્યા છે. આ સંક્રમણ ને વધુ ફેલાતું રોકવા માટે માસ્ક પહેરવું જરૂરી અને ફરજિયાત છે. આમ છતાં લોકોને માસ્ક પહેરતા કરવા માટે દંડ વસુલવો પડી રહ્યો છે. એવા લોકો પાસેથી 1000 રૂપિયા સુધીનો દંડ પાલિકા વસૂલી રહી છે. એક અંદાજ મુજબ હોટસ્પોટ ગણાતા સાયન, વડાલા, કુર્લા,સાકીનાકા અને અંધેરી જોગેશ્વરી જેવા એરિયામાં માસ્ક નહિ પહેરનારા લોકો પાસેથી એક સપ્તાહની અંદર સવા લાખ રૂપિયા જેટલો દંડ વસૂલવામાં આવ્યો છે.
મેડિકલ ગાઇડલાઇન પ્રમાણે પણ માસ્ક પહેરવું ખૂબ જ જરૂરી છે. કોરોનાવાયરસ હવામાંથી પણ મનુષ્યના મોં નાક વળે ફેફસાં ત્યાં સુધી પહોંચતા હોવાનું એક સંશોધનમાં બહાર આવ્યું છે. તેથી હવે ઘરની બહાર નીકળતા નાગરિકો નિયમોનું ઉલ્લંઘન કરતાં પકડાય તો એક હજાર રૂપિયા સુધીનો દંડ વસુલવાનો આદેશ 29 જૂનના રોજ પાલિકાએ આપ્યો હતો તે મુજબ અત્યાર સુધીમાં મુંબઈના 24 વોર્ડમાંથી મનપાએ મોટા પ્રમાણમાં દંડ વસૂલી લોકોને જાગૃત કરવાના પ્રયત્નો કર્યા છે. એક ગણતરી મુજબ કુર્લા સાકીનાકા વોર્ડમાંથી 40,000 તો સાયન વડાલા વોર્ડમાંથી 14 હજાર રૂપિયાનો દંડ વસૂલાયો છે. અને પ્રશાસન કોરોના સામે બેદરકારી દાખવનારા લોકો સામે કડક હાથે કામ લઇ રહી છે જેથી સંક્રમણને વધુ ફેલાતું રોકી શકાય….
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com