ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
20 જુલાઈ 2020
એક તરફ રાજ્યમાં કોરોનાનો વ્યાપ વધી રહ્યો છે, ત્યારે મુંબઈમાં કોવિડ -19 નો વ્યાપ મોટા પ્રમાણમાં નિયંત્રણમાં આવી રહ્યો છે. બીએમસી ના રીપોર્ટ મુજબ શનિવારે મુંબઈમાં કોરોના ડબલિંગ રેટમાં હજી વધુ સુધારો થયો છે. હવે મુંબઈમાં દર્દીઓની સંખ્યા બમણા થવાનો સમયગાળો 54 દિવસ પર પહોંચી ગયો છે. શરુવાતમાં મુંબઇમાં કોરોનાનું કેન્દ્ર બનનાર ધારાવી વિસ્તારની પરિસ્થિતિ મોટા ભાગે કાબૂમાં છે. ધારાવીમાં શનિવારે માત્ર છ નવા કોરોના દર્દીઓ મળી આવ્યા હતા. જોકે, દાદર અને માહીમ વિસ્તારોમાં કોરોનાના દર્દીઓની સંખ્યા હજુ પણ ઝડપથી વધી રહી છે.
પાછલાં 24 કલાક દરમ્યાન દાદરમાં 32 અને માહિમ વિસ્તારમાં નવા 6 કોરોના દર્દીઓ મળી આવ્યા છે. સામી બાજુ નવી મુંબઈ માં કોરોનાં ગ્રસ્ત લોકોની સંખ્યા 24 કલાકમાં 288 થઈ કુલ આંક 11,426 થયી ગયો છે
છેલ્લા 24 કલાક મુજબ કોરોનાંના દર્દીનીની સંખ્યા જોઈએ તો…
થાણા – 1663
કલ્યાણ ડોમ્બિવલી – 427
નવી મુંબઈ – 288
થાણા શહેર – 257
થાણા ગ્રામીણ- 169
ઉલ્લાસનગર – 194
મીરા-ભાયંદર – 136
મનપાના રિપોર્ટ મુજબ મુંબઈમાં કોરોનાનો સરેરાશ વિકાસ દર ઘટીને 1.30 ટકા થયો છે. એટલે કે મુંબઈના 24 વોર્ડમાંથી 15 વોર્ડમાં સરેરાશ વિકાસ દર ઘટીને 1.30 કે તેથી પણ ઓછો થયો છે.
આની પુષ્ટિ કરતાં મુંબઈના મેયર કિશોરી પેડનેકરે કહ્યું હતું કે “શહેરમાં સારા થતાં કેસોની સંખ્યા વધી રહી છે આથી આ અંગે કોઈએ ચિંતા કરવાની જરૂર નથી. મનપાએ ટેસ્ટીંગ ની સંખ્યામાં ખૂબ વધારો કર્યો છે જેને કારણે સ્પ્રેડ રેટ ઘટી રહ્યો છે અને મૃત્યુદરમાં ઘટાડો જોવા મળ્યો છે. પરંતું જ્યાં સુધી COVID-19 ની રસી ન મળે ત્યાં સુધી તે ચિંતાનો વિષય રહેશે.” માત્ર સોશિયલ ડિસ્ટનસિંગનું અને મોંઢે માસ્ક નું પાલન કરવાનું છે.
દરમિયાન, પુણેની સ્થિતિ નાજુક છે. સક્રિય દર્દીની વસ્તીના સંદર્ભમાં પૂણે મુંબઈથી પાછળ છે. જ્યારે થાણે અને કલ્યાણ-ડોમ્બિવલી વિસ્તારોમાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં વધારો થવાના કારણે સ્થાનિક અધિકારીઓ સામે મોટો પડકાર ઉભો થયો છે…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com