ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 30 સપ્ટેમ્બર, 2021
ગુરુવાર
ગુજરાતના મુન્દ્રા પોર્ટથી જપ્ત થયેલા ત્રણ હજાર કિલો ડ્રગ્સ મામલે વધુ એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે.
પ્રાપ્ત જાણકારી અનુસાર આ મામલે તપાસ કરતાં અધિકારીઓએ કુલ્લુ થી યુપી ના એક વ્યક્તિની ધરપકડ કરી છે.
જે વ્યક્તિની ધરપકડ થઈ છે તેની સંડોવણી 9000 કરોડ રૂપિયાના મામલે સામે આવી છે.
આ પહેલા શિમલાથી બે દિવસ પહેલાં બે અફઘાનિસ્તાનના નાગરિકોને ધરપકડ થઈ હતી.
ઉલેખનીય છે કે આ મામલે કુલુ માં ત્રણ લોકોની પૂછપરછ માટે અટકાયત કરવામાં આવી હતી અને તેમાંથી એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે.
