Site icon News Continuous Bureau | Mumbai

Good Governance Day: આવતીકાલે ગુજરાતના આ જિલ્લામાં યોજાશે ‘માય ભારત સુશાસન દિવસ પદયાત્રા’ , કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા કરશે અધ્યક્ષતા

Good Governance Day: શ્રમ અને રોજગાર, ખેલ અને યુવા બાબતોના કેન્દ્રીય મંત્રીશ્રી મનસુખ માંડવિયાના અધ્યક્ષસ્થાને યોજાશે કાર્યક્રમ

My India Good Governance Day' walk to be held in Vadnagar tomorrow

My India Good Governance Day' walk to be held in Vadnagar tomorrow

News Continuous Bureau | Mumbai
Good Governance Day: રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર તથા મહેસાણા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પૂર્વ વડાપ્રધાન ભારત રત્ન શ્રદ્ધેય અટલબિહારી વાજપેયીજીની જન્મ જયંતી અંતર્ગત મહેસાણા જિલ્લાના વડનગર સ્થિત તાનારીરી ગ્રાઉન્ડ ખાતે તા. 24/12/2024ના રોજ સવારે 10.00 કલાકે ‘માય ભારત સુશાસન દિવસ પદયાત્રા’ યોજાશે.
આ સમાચાર પણ વાંચો  : Rojgar Mela 2024: 71 હજાર યુવાનોને મળી સરકારી નોકરી, PM મોદીએ આપ્યા નિમણૂક પત્ર…
આ કાર્યક્રમ શ્રમ અને રોજગાર, ખેલ અને યુવા બાબતોના કેન્દ્રીય મંત્રીશ્રી મનસુખ માંડવિયાના અધ્યક્ષસ્થાને યોજાશે. જેમાં યુવા બાબતો અને ખેલ કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી રક્ષા ખડસે, આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશભાઇ પટેલ અને ગૃહમંત્રીશ્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત જિલ્લા પંચાયત પ્રમુખશ્રી તૃષાબેન પટેલ, રાજ્ય સભાના સાંસદશ્રી મયંકભાઈ નાયક, મહેસાણા લોકસભાના સાંસદશ્રી હરિભાઈ પટેલ, પાટણ લોકસભાના સાંસદશ્રી ભરતસિંહ ડાભી, ધારાસભ્ય સર્વે શ્રી કિરીટ કુમાર પટેલ, શ્રી કરસનભાઈ પટેલ, શ્રી મુકેશભાઈ પટેલ, શ્રી સુખાજી ઠાકોર, શ્રી સરદારભાઈ ચૌધરી અને શ્રી સી. જે. ચાવડા ઉપસ્થિત રહેશે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Join Our WhatsApp Channel
Vibrant Gujarat 2027 Mumbai Roadshow વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૭: આજે મુંબઈના ધ તાજ મહલ પેલેસ ખાતે ભવ્ય રોડ શો, CM ભૂપેન્દ્ર પટેલ ઉદ્યોગપતિઓ સાથે કરશે બેઠક
Dombivli Police Quick Action આશા છોડી દીધી હતી ત્યાં પોલીસે કરી કમાલ ડોમ્બિવલીમાં રોકડ અને દસ્તાવેજો ભરેલું પર્સ કલાકોમાં મહિલાને પરત મળ્યું
Disha Salian Death Case દિશા સાલિયાનનું મોત આત્મહત્યા કે ષડયંત્ર? બોમ્બે હાઈકોર્ટના આદેશ બાદ હવે CBI કરશે દૂધનું દૂધ અને પાણીનું પાણી
Bhavnagar Para Yard Remodeling ભાવનગર રેલવેને ₹125 કરોડની ભેટ પરા યાર્ડ રિમોડેલિંગ પ્રોજેક્ટને મળી મંજૂરી, ઈન્ફ્રાસ્ટ્રક્ચર થશે મજબૂત
Exit mobile version