News Continuous Bureau | Mumbai
એન. બીરેન સિંહે આજે બીજા વાર મણિપુરના મુખ્યમંત્રી બન્યા છે.
તેમને રાજ્યપાલ એલ ગણેશન પદ અને ગોપનીયતાના શપથ અપાવ્યા છે.
બીરેન સિંહની સાથે નેમચા કિપગેન, વાઈ, ખેમચંદ સિંહ, બિસ્વજીત સિંહ, અવંગબૌ ન્યૂમાઈ અને ગોવિંદદાસ કોંથૌજમે ઇમ્ફાલમાં કેબિનેટ મંત્રીઓના રૂપમાં શપથ લીધા છે.
આ તકે ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડા સહિત ભાજપના વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, એન.બીરેન સિંહને મણિપુર ભાજપ ધારાસભ્ય દળની બેઠકમાં સર્વસંમતિથી રાજ્યના મુખ્યમંત્રી તરીકે પસંદ કરવામાં આવ્યા હતા.
આ સમાચાર પણ વાંચો : મંત્રી નવાબ મલિકની ન્યાયિક કસ્ટડીમાં થયો વધારો, કોર્ટ તેમને જેલમાં 'આ' વસ્તુઓનો ઉપયોગ કરવાની આપી મંજૂરી; જાણો વિગતે
