Site icon

ભારત : નાગાલેન્ડમાં 14 નાગરિકોનાં મોત બદલ સૈન્ય ટુકડી સામે પોલીસે કરી આ કાર્યવાહી. જાણો વિગતે  

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 8 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Community

બુધવાર.

નાગાલેંડના મોન જિલ્લામાં જાહેરમાં પાંચથી વધુ લોકોના એકઠા થવા પર પ્રતિબંધ મુકી દેવાયો છે. અને કલમ ૧૪૪ લાગુ કરી દેવામાં આવી છે. દરમિયાન કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું છે કે આ સમગ્ર ઘટનાની તપાસ એસઆઇટી દ્વારા કરાવવામાં આવી રહી છે અને એક મહિનાની અંદર તેને પૂર્ણ કરી લેવામાં આવશે. સાથે જ તેમણે કહ્યું હતું કે બધી જ એજન્સીઓએ આ મામલે સતર્ક રહેવું જાેઇએ કે જેથી ફરી આ પ્રકારની કોઇ ઘટના ન બને. બીજી તરફ નાગા સ્ટૂડન્ટ્‌સ ફેડરેશન (એનએસએફ) દ્વારા સોમવારે નાગાલેંડમાં છ કલાકનો બંધ પાળવામાં આવ્યો હતો.  આ ઘટના બાદ આસામના વિપક્ષ દ્વારા આફ્સ્પા હટાવવાની માગ ઉઠી રહી છે. જ્યારે સોમવારે લોકસભાના સાંસદોએ નાગાલેંડની ઘટનાની નિંદા કરી હતી અને સમગ્ર મામલે ઉચ્ચસ્તરીય તપાસની પણ માગ કરી છે.નાગાલેંડના મોન જિલ્લામાં સુરક્ષા દળોએ કરેલા ગોળીબાર અને તે બાદ થયેલી હિંસામાં ૧૪ નિર્દોશ નાગરિકો માર્યા ગયા હતા. માર્યા ગયેલા દરેકના પરિવારને નાગાલેંડ સરકારે પાંચ લાખ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી હતી. જ્યારે બીજી તરફ નાગાલેંડના મુખ્યમંત્રીએ મૃતકોના પરિવારની મુલાકાત લેવાની જાહેરાત કરી હતી. બીજી તરફ નાગાલેંડ પોલીસે સૈન્યની ટુકડી પર ૧૪ ગ્રામીણોની હત્યાનો આરોપ લગાવી એફઆઇઆર દાખલ કરી છે.  નાગાલેંડ પોલીસ દ્વારા ભારતીય સૈન્યની ૨૧ પૈરા વિશેષ દળની સામે આ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ગોળીબારમાં ૧૪ નાગરિકોના મોત નિપજ્યા હતા જ્યારે આ ઘટના બાદ ગ્રામીણોે સાથે થયેલા ઘર્ષણમાં એક જવાનનું પણ મોત નિપજ્યું હતું. પોલીસે દાવો કર્યો છે કે સૈન્યની ટુકડીએ આ સમગ્ર મામલાની પોલીસને જાણ નહોતી કરી. એટલુ જ નહીં કોઇ પોલીસ ગાઇડને પણ સાથે નહોતો રાખવામાં આવ્યો. ફરિયાદમાં પોલીસે જવાનોનો ઇરાદો નાગરિકોની હત્યા અને ઘાયલ કરવાનો હોવાનો દાવો કર્યો હતો. બીજી તરફ સૈન્યએ ભુલથી જે મોન જિલ્લામાં આમ નાગરિકો પર ગોળીબાર કર્યો હતો ત્યાં સિૃથતિ હજુ પણ તંગદીલ છે. શનિવારે સાંજે પેરા ફોર્સના એક ઓપરેશનમાં ખોટી જાણકારી હોવાને કારણે ગોળીબાર કર્યો હતો, જેમાં નિર્દોશ ગામના લોકોના મોત બાદ સૃથાનિકોમાં ગુસ્સો વધી ગયો હતો. આ સમગ્ર ઘટનામાં એક જવાન સહીત કુલ ૧૫ લોકોના મોત નિપજ્યા હતા.

 આસામના AIUDF ધારાસભ્યનું વિવાદાસ્પદ નિવેદન, કહ્યું-કામાખ્યા મંદિર માટે ઔરંગઝેબે જમીન દાનમાં આપી, CMએ આપી આ ચેતવણી; જાણો વિગતે 

 

Delhi Car Blast: દિલ્હી બ્લાસ્ટ ડૉ. શાહીનને બુરખાથી નફરત! યુરોપ-ઓસ્ટ્રેલિયા જવાની હતી, પૂર્વ પતિએ ખોલ્યા અંગત જીવનના રાજ
PM Modi: દિલ્હી બ્લાસ્ટના ઘાયલોને LNJP હોસ્પિટલમાં મળ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદી
Delhi Blast: ૩૦૦ કિલો એમોનિયમ નાઇટ્રેટ ક્યાં છુપાયેલો છે? વિસ્ફોટક બાંગ્લાદેશ-નેપાળના રસ્તે ભારત આવ્યો!
Ayodhya blast: આતંકવાદીઓનો ખતરનાક પ્લાન: અયોધ્યામાં વિસ્ફોટ કરવા ‘સ્લીપર મોડ્યુલ’ એક્ટિવેટ કર્યું હતું! વારાણસી પણ નિશાના પર હતું
Exit mobile version