News Continuous Bureau | Mumbai
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન(Maharashtra Chief Minister) બનેલા એકનાથ શિંદેએ(Eknath Shinde) રાજનીતિના ચાણક્ય(Chanakya of politics) કહેવાતા શરદ પવારને(Sharad Pawar) પણ મહારાષ્ટ્રમાં પછાડી દેવામાં સફળતા હાંસલ કરી લીધી છે. મહાવિકાસ આઘાડી સરકારને(Mahavikas Aghadi Govt) ઉથલાવવામા સફળ થયા બાદ હવે શિંદે ગ્રુપ(Shinde Group) રાજ્યની ગ્રામ્ય વિસ્તારની ચૂંટણીમાં(state rural elections) પણ શરદ પવારને ધક્કો મારીને આગળ નીકળી ગયા છે. અનેક ગ્રામ્ય વિસ્તારની ચૂંટણીમાં શિંદે ગ્રુપે બેઠકો મેળવી છે.
મહારાષ્ટ્રમાં શિંદે-ફડણવીસની સરકાર બન્યા બાદ રાજ્યમાં સત્તા સંઘર્ષ ભડક્યો છે. દરમિયાન રાજ્યમાં ગ્રામ પંચાયતોની ચૂંટણીના(Gram Panchayat Elections) પરિણામો પણ સામે આવી રહ્યા છે. શિંદે જૂથની સાથે ભાજપને(BJP) પણ આમાં સફળતા મળી રહી છે. અહમદનગર જિલ્લાના(Ahmednagar District) કરજત જામખેડ તાલુકામાં(Karajat Jamkhed taluka) બીજેપી ધારાસભ્ય રામ શિંદે(Ram Shinde) એનસીપી ધારાસભ્ય(NCP MLA) રોહિત પવારને(Rohit Pawar) આંચકો આપ્યો છે.
વિધાન પરિષદની ચૂંટણી(Legislative Council Elections) જીતીને ઘારાસભ્ય બનેલા ભાજપના રામ શિંદેએ રોહિત પવારના કર્જત જામખેડ મતવિસ્તારની ગ્રામ પંચાયતો પર પ્રભુત્વ જમાવ્યું છે. રામ શિંદેએ કર્જત તાલુકાના કોરેગાંવ, બજરંગવાડી અને કુલધરન નામની ત્રણેય ગ્રામ પંચાયતો પર ભાજપનો ઝંડો ફરકાવ્યો છે. રામ શિંદે જૂથના ઉમેદવારોએ કોરેગાંવની 13માંથી 7 બેઠકો, બજરંગવાડીની 7માંથી 5 અને કુલધરનમાં 13માંથી 7 બેઠકો જીતી છે. રોહિત પવાર માટે આ એક મોટો ઝટકો માનવામાં આવે છે.
આ સમાચાર પણ વાંચો : ઉદ્ધવ ઠાકરેની એક પછી બીજી ભૂલ-પરિવારવાદને આગળ વધારતા હવે તેજસ ઠાકરેને આ જવાબદારી સોંપાશે
શિંદે જૂથના ધારાસભ્યોએ રાજ્યની અન્ય ગ્રામ પંચાયતો પર પણ પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું છે. ઔરંગાબાદમાં(Aurangabad) અબ્દુલ સત્તારના મતવિસ્તારમાં શિંદે જૂથે 3માંથી 2 ગ્રામ પંચાયતો જીતી છે. નાનેગાંવ(Nanegaon) અને જંજલ ગ્રામ પંચાયતોમાં શિંદે જૂથને સફળતા મળી છે. તેમજ સતામાં શંભુરાજ દેસાઈના મતવિસ્તારમાં 22 વર્ષ બાદ સત્તા પરિવર્તન થયું છે. ઉત્તર તાંબવે ગ્રામ પંચાયત શિંદે જૂથે જીતી છે. તેમજ પૈઠાણમાં પણ શિંદે જૂથનો વિજય થયો છે.