News Continuous Bureau | Mumbai
લખપત તાલુકાના(Lakhpat Taluka) કૈયારી ગામેથી(Kaiyari village) ગૌ વંશમાં(Gau dynasty) પ્રવેસેલો લમ્પી ચર્મરોગ(Lumpy skin disease) ત્રણ માસના સમયમાં સમગ્ર કચ્છમાં ફેલાઈ ગયો છે. સંક્રમિત રોગની(infectious disease) ભયાનકતા એટલી હદે વધી ગઈ છે કે તેને કાબુમાં લેવો તંત્ર માટે એક પડકાર બની ગયો છે. ત્યારે જિલ્લામાં લમ્પીરોગથી હાજરોની સંખ્યમા ગૌ વંશના મરણ બાદ હવે પશુઓના બચાવ માટે અંતે રાજ્યના મુખ્યમંત્રી(Chief Minister of the State) ભુપેન્દ્ર પટેલને(Bhupendra Patel) આજે મંગળવારે ભુજ દોડી આવવું પડ્યું છે. જ્યાં તેમણે ભૂજ એરપોર્ટ(Bhuj Airport) પર પહોંચ્યા બાદ સીધાંજ નજીકના કોડકી રોડ સ્થિત સુધારાઈ નિર્મિત પશુ આઇસોલેશન વોર્ડની(Animal Isolation Ward) મુલાકાત લીધી હતી. જ્યાં લમ્પીગ્રસ્ત ગૌ વંશની ચાલતી સારવાર નિહાળી પશુ ચિકિત્સકો સાથે લમ્પી રોગ વિશે ચર્ચા કરી હતી.
કચ્છના ગૌ વંશમાં(Gau dynasty of Kutch) વ્યાપકપણે ફેલાયેલા લમ્પી ચર્મરોગના કારણે પશુઓની સ્થિતિ અતિ વળસી ગઈ છે. પશ્ચિમ કચ્છના લખપત, માંડવી, નખત્રાણા તાલુકાઓમાં પશુપાલોકોએ પશુઓની ખુવારી મોટા પ્રમાણમાં વેઠી છે જે હવે ભુજ અને મુન્દ્રા તાલુકા બાદ પૂર્વ કચ્છના અંજાર, ભચાઉ અને રાપર તાલુકા સુધી પહોંચી ગયા બાદ ગૌ વંશમાં કાળો કેર વર્તાવી રહી છે. કચ્છના સીમાડાઓ પશુ મૃતદેહોથી(animal carcasses) ગંધાઈ રહ્યા છે. એક અંદાજ મુજબ ૨૫ હજાર જેટલા ગૌ વંશના મરણ થઈ ચૂક્યા છે. મુન્દ્રા તાલુકાના ભુજપુર ગામે જ એક હજાર પશુઓના મોત નિપજ્યા હોવાની વાત છે ત્યારે પશુ નુક્શાનીનો આંક અનેક ગણો ઊંચો છે તેમાં બેમત નથી એવું વિપક્ષ અને ગૌ સેવા કરતી સંસ્થાઓ કહી રહી છે. ત્યારે પુરાણોમાં જેને માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે એવી ગૌના બચાવ માટે ગુજરાતના સપૂતને દોડી આવવું પડ્યું છે.
આ સમાચાર પણ વાંચો : વિપક્ષની આ તે કેવી રણનીતિ- મોદીનો વિરોધ કરવા ડીપી પર તિરંગો નહીં લગાડે
ભુજ પધારેલા રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પ્રથમ ભુજ પાસેના કોડકી રોડ સ્થિત નગરપાલિકા દ્વારા નિર્મિત રાજ્યના પ્રથમ ગૌ વંશના આઇસોલેશન વોર્ડની મુલાકાત લઈ સારવાર લેતા ૧૦૦થી વધુ ગૌ વંશ નિહાળી હતી અને લમ્પી ચર્મરોગની સારવાર સંબંધી માહિતી મેળવી હતી , આ તકે તેમણે ગૌ વંશના ઈલાજમાં ખૂટતી તમામ સુવિધા પૂરી પાડવા અને રોગના અટકાવ તથા બચાવ માટે તંત્ર સાથે બેઠક કરી જરૂરી સૂચનો આપી વહેલી તકે રોગ પર કાબુ મેળવવાની વાત કરી હતી.