News Continuous Bureau | Mumbai
શિવસેના(Shivsena) પક્ષપ્રમુખ(president) ઉદ્ધવ ઠાકરે(Uddhav Thackeray) સામે થયેલા બળવા બાદ શિવસેનામાં ભંગાણ પડ્યું છે. એક પછી એક વિશ્વાસુ ઉદ્ધવનો સાથ છોડી રહ્યા છે ત્યારે હવે શિવસેના પ્રમુખ બાળા ઠાકરેની(Bala Thackeray) પુત્રવધૂ(daughter-in-law) અને ફિલ્મ નિર્માતા(Film producer) સ્મિતા ઠાકરેએ(Smita Thackeray) મુખ્યમંત્રી એકનાથ શિંદે(Chief Minister Eknath Shinde) સાથે મુલાકાત લેતા ખળભળાટ મચી ગયો છે.
પક્ષમાં થયેલા બળવા પછી એકનાથ શિંદેને મળનાર ઠાકરે પરિવારમાંથી તે એક વ્યક્તિ છે. આ મુલાકાતે રાજકીય વર્તુળોમાં(political circles) જાતજાતની ચર્ચાએ જોર પકડ્યું છે.
શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે અને સ્મિતા ઠાકરે વચ્ચે બહુ સારા સંબંધ ન હોવાનું કહેવાય છે. છેલ્લા ઘણા સમયથી રાજકારણથી દૂર રહેલા સ્મિતા ઠાકરેએ મંગળવારે મુખ્યમંત્રી એકનાથ શિંદેની અચાનક મુલાકાત લીધી હતી. આ અગાઉ ઠાકરે પરિવારના જ મનસે(MNS) પ્રમુખ રાજ ઠાકરેએ(Raj Thackeray) એકનાથ શિંદેને ટેકો જાહેર કર્યો હોવા છતાં તેઓ હજુ સુધી એકનાથ શિંદેને મળ્યા નથી.
આ સમાચાર પણ વાંચો : લોકડાઉન દરમિયાન કાયદાનો ભંગ કરનારા લોકો સંદર્ભે દિલ્હીમાં આ પગલાં લેવાયા
શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે અને સ્મિતા ઠાકરેને ઉદ્ધવ ઠાકરે વચ્ચે સારા સંબંધ નથી ત્યારે એ પૃષ્ઠભૂમિમાં સ્મિતાએ એકનાથ શિંદેની મુલાકાત લેતા તે શિંદે ગ્રુપને સમર્થન આપી રહી હોવાનો અપ્રત્યક્ષ રીતે સંદેશ આપ્યો હોવાનું રાજકીય સ્તરે ચર્ચાવા માંડ્યું છે. જોકે સ્મિતાએ તેના પર સ્પષ્ટતા આપતા કહ્યું હતું કે એકનાથ શિંદે અમારા જૂના શિવસૈનિક(Shivsainik) છે અને તે મુખ્ય પ્રધાન બની ગયા છે તેથી તેમને શુભેચ્છા આપવા માટે આવી હતી. શિંદેને તેઓ ખૂબ વર્ષોથી ઓળખે છે. શિંદે જે ખુરશી પર બેઠા છે, તેનો આદર છે. કુટુંબ વગેરે નહીં જોતા એક વ્યક્તિ તરીકે તેમને શુભેચ્છા આપવા ગઈ હતી.