Site icon

શિવસેનાના એક સાંધે ત્યાં 13 તૂટે- શિવસેનાને ફરી બેઠી કરવા આદિત્ય ઠાકરે કરશે આ કામ- જાણો વિગત

News Continuous Bureau | Mumbai 

એકદમ નબળી બની ગયેલી શિવસેના(Shivsena)ને ફરી બેઠી કરવા માટે હવે શિવસેના પક્ષ પ્રમુખ ઉદ્ધવ(Uddhav Thackeray) અને તેમના પુત્ર આદિત્ય ઠાકરેએ હવે કમર કસી છે. ઉદ્ધવ ઠાકરે રાજ્યભરના શિવસેનાના પદાધિકારીઓને મળીને ચર્ચા કરી રહ્યા છે તો આદિત્ય ઠાકરે(Aditya Thackeray) હવે મુંબઈ(Mumbai) સહિત રાજ્યભરમાં નિષ્ઠા યાત્રા કાઢવાના છે.

Join Our WhatsApp Community

શિવસેના સામે બળવો કરી એકનાથ શિંદે(Eknath Shinde) મુખ્યપ્રધાન બની ગયા છે અને થાણે બાદ કલ્યાણ-ડોંબીવલી(Kayan-Dombivali), નવી મુંબઈના નગરસેવકો(Corporators) પણ હવે શિવસેના છોડીને શિંદે ગ્રુપ(Shinde group)માં જોડાઈ રહ્યા છે. ત્યારે પક્ષને વધુ નુકસાન થતું અટકાવવા માટે ઉદ્ધવ અને આદિત્ય બંને મચી પડ્યા છે.

આ સમાચાર પણ વાંચો : વાહ!! બેસ્ટ માટે ઓપન ડેક બસ બની કમાઉ દીકરો. થઈ કરોડો રૂપિયાની કમાણી.. જાણો વિગત

આદિત્ય ઠાકરે  8 જુલાઈ એટલે કે આજથી નિષ્ઠા યાત્રા(Nistha Yatra) ચાલુ કરવાના છે. શિવસેનાની શાખાઓમાં જઈને  ગટપ્રમુખ, પદાધિકારીઓ અને કાર્યકરોને મળશે. આદિત્ય ઠાકરે 50 બળવાખોર ધારાસભ્યો(Rebel MLAs)ના મત વિસ્તારમાં પણ આ યાત્રા કરવાના છે. આ મતદારક્ષેત્રોમાં શિવસેનાના વફાદાર કાર્યકર્તાઓ સાથે તેઓ ચર્ચા કરશે તેમનુ મનોધર્ય વધારશે અને શક્તિ પ્રદર્શન કરવાના છે.

શિવસેના પક્ષના ઇતિહાસમાં સૌથી મોટા બળવો થયા બાદ બાકી બચેલા નેતાઓ અને અસંખ્ય શિવ સૈનિકો સાથે શિવસેનાને ફરી મજબૂત બનાવવાના પ્રયાસમાં પિતા-પુત્ર લાગી ગયા છે.

Parbhani News: પરભણીમાં ખળભળાટ: બંધારણના અપમાનના આરોપી દત્તા પવારે ટૂંકાવ્યું આયુષ્ય, જેલમાંથી છૂટ્યાના ગણતરીના દિવસોમાં જ કરી આત્મહત્યા
Devendra Fadnavis vs Sanjay Raut : મહારાષ્ટ્રમાં રાજકીય ગરમાવો! સંજય રાઉતની ધમકીને ફડણવીસે ગણાવી ‘પોકળ’, મુંબઈ બંધના એલાન પર ઉડાવી મજાક
Devendra Fadnavis on Mumbai: ‘અન્નામલાઈના ‘મુંબઈ’ વાળા નિવેદનથી મહારાષ્ટ્રના રાજકારણમાં ભૂકંપ! ફડણવીસે આપ્યો જડબાતોડ જવાબ, જાણો શું કહ્યું…
Devendra Fadnavis vs Ajit Pawar: મહારાષ્ટ્રના રાજકારણમાં નવો વળાંક! 15 જાન્યુઆરીએ કંઈક મોટું થશે? ફડણવીસની ભવિષ્યવાણીથી અજિત પવાર ખેમામાં ફફડાટ
Exit mobile version