News Continuous Bureau | Mumbai
મુખ્યમંત્રી એકનાથ શિંદે(CM Eknath shinde) અને નાયબ મુખ્યમંત્રી(Deputy CM) દેવેન્દ્ર ફડણવીસના(Devendra Fadnavis) મંત્રીમંડળનું વિસ્તરણ(Cabinet expansion) ક્યારે થશે તે અંગે સૌ કોઈને ઉત્સુકતા છે. ત્યારે મળેલ માહિતી મુજબ મંત્રીમંડળનું વિસ્તરણ બે તબક્કામાં થશે. આ વિસ્તરણમાં ભાજપને 27 થી 28 મંત્રી પદ મળશે જ્યારે એકનાથ શિંદેના જૂથને 13 થી 14 મંત્રી પદ મળશે.
પ્રથમ તબક્કામાં શિંદે અને ભાજપના(BJP) ક્વોટાના અમુક અગ્રણી ચહેરાઓને તક આપવામાં આવી શકે છે. શપથ ગ્રહણ સમારોહ(Oath-taking ceremony) 18 જુલાઈના રાષ્ટ્રપતિની ચૂંટણી(Presidential election) પહેલા યોજાશે. તેમાં બંને પક્ષના 10 થી 12 મંત્રીઓની શપથવિધિ સામેલ થઈ શકે છે. ભાજપ પાસે 27 થી 28 મંત્રી પદો હશે.
ભાજપ પોતાની પાસે ગૃહ વિભાગ સહિતના મહત્વના ખાતા રાખે એવી શક્યતા છે. એ સિવાય નાણાં, જાહેર બાંધકામ, આવાસ, જળ સંસાધન, ઉર્જા, ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ, પાણી પુરવઠો અને સ્વચ્છતા, પશુપાલન અને ડેરી વિકાસ, પ્રવાસન, ખાદ્ય અને નાગરિક પુરવઠો, કૌશલ્ય વિકાસ, ઓબીસી વિકાસ અને ગ્રામીણ વિકાસ વિભાગ પોતાની પાસે રાખશે એવું માનવામાં આવે છે.
આ સમાચાર પણ વાંચો : આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવની હાલત ગંભીર-શરીરનું હલન ચલન બંધ-રાબડીદેવીએ કરી આ ભાવુક અપીલ
એકનાથ શિંદે જૂથ પાસે 13 થી 14 મંત્રી પદ હશે. આમાં શહેરી વિકાસ(Urban development), ઉદ્યોગ(Industry), કૃષિ(Agriculture), ખાણકામ(Mining), પરિવહન(Transportation), પર્યાવરણ(Environment), રોજગાર ગેરંટી, બાગાયત, શાળાકીય શિક્ષણ, માટી અને જળ સંરક્ષણ(Water conservation) ખાતા વગેરેનો સમાવેશ થાય છે.
શિંદે-ફડણવીસ સરકાર બે તબક્કામાં શપથ લેશે, પરંતુ તમામ 42 મંત્રી પદો(Ministerial positions) બંને તબક્કામાં ભરવામાં આવશે નહીં. બંને પક્ષે ઓછામાં ઓછા ત્રણથી ચાર મંત્રી પદ ખાલી રહેશે. ધારાસભ્યો નારાજ ન થાય તે માટે આ ફોર્મ્યુલા લાગુ કરવામાં આવી રહી હોવાનું કહેવાય છે.