News Continuous Bureau | Mumbai
મુંબઈ(Mumbai) સહિત મહારાષ્ટ્ર(Maharashtra)માં આગામી 5 દિવસ સુધી ભારે વરસાદ(rain)ની સંભાવના છે. ભારતીય હવામાન વિભાગે(IMD) આ અંગે ચેતવણી આપી છે. વિદર્ભમાં આજે અને આવતીકાલે ભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગે 6 અને 7 જુલાઈએ કેટલાક સ્થળોએ મૂશળધાર વરસાદ(Heavy rain)અને મધ્ય મહારાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરી છે. અરબી સમુદ્રમાં ઓછા દબાણનો પટ્ટો અને બંગાળ(West Bengal)ની ખાડીમાં ઓછા દબાણવાળા વિસ્તારોની રચનાને કારણે મહારાષ્ટ્રમાં સારા વરસાદની આગાહી કરવામાં આવી છે.
દરમિયાન મુંબઈ(Mumbai)માં આજે સાંજે ભારે વરસાદ પડશે. મુંબઈ અને થાણે(Thane)માં આગામી પાંચ દિવસ માટે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. તેથી કેટલીક જગ્યાએ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શક્યતા છે. હવામાન વિભાગે ઉત્તર મહારાષ્ટ્ર અને મરાઠવાડામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે.
આ સમાચાર પણ વાંચો : શિવસેનાના પડેલા ભંગાણનો લાભ ખાટવા MNSનું મહાસંપર્ક અભિયાન-રાજ ઠાકરેનો પુત્ર શિવસેનાના ગઢમાં કરશે એન્ટ્રી-જાણો વિગત
હાલમાં મુંબઈ સહિત પૂર્વ અને પશ્ચિમ ઉપનગરોમાં સારો વરસાદ થઈ રહ્યો છે. કોંકણમાં પણ સારો વરસાદ પડી રહ્યો છે. આ ઉપરાંત પાલઘર જિલ્લામાં પણ સારો વરસાદ થયો છે. જેથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. જૂનમાં શરૂ થયેલો વરસાદ જુલાઈમાં દેશના કેટલાક ભાગોમાં તીવ્ર બન્યો છે.