News Continuous Bureau | Mumbai
પયગંબર(Prophet) પર નિવેદન આપનાર ભાજપ નેતા(BJP leader) નુપુર શર્મા(Nupur Sharma) વિરુદ્ધ સુપ્રીમ કોર્ટની(Supreme Court) ટિપ્પણી બાદ દેશમાં એકવાર ફરી રાજકારણ ગરમાયું છે.
કોર્ટની ટિપ્પણી બાદ વિપક્ષી પાર્ટીના(Opposition Party) નેતાઓ હિંસા(Violence) માટે તેને જવાબદાર ઠેરવી રહ્યા છે, ત્યારે નેધરલેન્ડની(Netherlands) પ્રતિનિધિ સભાના સાંસદ(Member of the House of Representatives) ગીર્ટ વિલ્ડર્સે(Geert Wilders) નૂપુર શર્માનો બચાવ કર્યો છે.
તેમણે કહ્યું કે કન્હૈયાલાલની હત્યા(Kanhaiyalal's murder) માટે નુપુર શર્મા જવાબદાર નથી અને તેમણે કોઈપણ સંજોગોમાં માફી માંગવી જોઈએ નહીં.
ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટે શુક્રવારે નુપુર શર્માને ફટકાર લગાવી હતી અને કહ્યું હતું કે ઉદયપુરમાં(Udaipur) હિંદુ દરજીની(Hindu tailor) હત્યા સહિત દેશમાં જે કંઈ પણ થઈ રહ્યું છે તેના માટે તે જ જવાબદાર છે.
આ સમાચાર પણ વાંચો : સરકાર ગઈ પણ રાજકીય લડાઈ હજી ચાલુ- મહારાષ્ટ્રનાં નવા CM એકનાથ શિંદે પર ઉદ્ધવ ઠાકરેએ કરી આ કાર્યવાહી-જાણો વિગતે