News Continuous Bureau | Mumbai
ચારધામ યાત્રા(Chardham Yatra) શરૂ થયા બાદ ભાવિકોનો બેકાબૂ ધસારો થયા બાદ હવે અંધાધૂધીની સ્થિત સર્જાઈ છે.
મીડિયામાં રિપોર્ટ મુજબ 3 મેના શરૂ થયેલી ચારધામ યાત્રામાં અત્યાર સુધીમાં 203 શ્રદ્ધાળુઓના(devotees) મોત થયા છે.
મોટાભાગના યાત્રાળુઓના મોત હાર્ટ અટેકના(Heart attack) કારણે અથવા તો અન્ય શારીરિક બીમારીઓના(Physical illness) કારણે થયા છે.
જે પૈકી કેદારનાથ યાત્રાના(Kedarnath Yatra) રૂટમાં 97 યાત્રાળુ(Pilgrims), બદ્રીનાથ ધામમાં(Badrinath Dham) 51 યાત્રાળુ, ગંગોત્રીમાં(Gangotri) 13 યાત્રાળુ જ્યારે યમુનોત્રીમાં(Yamunotri) 42 યાત્રાળુઓના મોત થયા છે.
ચારધામ યાત્રા શરૂ થયા બાદ અત્યાર સુધીમાં 25 લાખ કરતા પણ વધારે શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા છે.
જોકે છેલ્લાં અઠવાડિયામાં ચારધામની મુલાકાતે આવતા શ્રદ્ધાળુઓની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે.
આ સમાચાર પણ વાંચો : તો શું આ રસ્તે મહારાષ્ટ્રમાં ભાજપ સત્તા સ્થાપિત કરશે- એક નવી યોજના બહાર આવી