News Continuous Bureau | Mumbai
શિવસેના(shivsena)ના શીર્ષક નેતાઓની વિરુદ્ધમાં જોરદાર આક્રોશ હોય તેવું લાગી રહ્યું છે. ચિપલુણ(Chiplun) ના ધારાસભ્ય ભાસ્કર જાદવ જેઓ બળવાખોર જૂથમાં શામેલ નથી તેમણે સંજય રાઉત(Sanjay Raut)ને સીધા શબ્દોમાં સંભળાવી દીધી છે. મીડિયા સામે આપેલા નિવેદનમાં તેમણે કહ્યું છે કે અત્યારે શિવસેના(shivsena)ની અંદર બળવાખોર વાતાવરણ છે. આ પરિસ્થિતિમાં સંજય રાઉતના આક્રમક નિવેદનોને કારણે ધારાસભ્ય વધારે ભડકી રહ્યા છે. આ એવો સમય છે જ્યારે લોકોની સાથે પ્રેમથી વાત કરવી જોઈએ પરંતુ સંજય રાઉત કોઈ વાત સમજવા તૈયાર નથી. પોતાની વાત આગળ વધારતાં તેમણે કહ્યું કે શિવસેનામાં સૌથી વધુ વખત ચૂંટણી જીતનાર એવો હું ધારાસભ્યો હોવા છતાં મંત્રી પદ મળ્યું નથી. આની માટે કોણ જવાબદાર? આમ શિવસેના પાર્ટી ની અંદર એક સાંધો ત્યાં તેર તૂટે જેવી પરિસ્થિતિ પેદા થઇ છે.
આ સમાચાર પણ વાંચો : મહારાષ્ટ્ર સરકારનો અજબ નિર્ણય- એ તમામ 40 સિક્યુરિટી ગાર્ડ- કમાન્ડો અને ડ્રાઇવર પર કાર્યવાહી થશે જેઓ બંડખોર નેતા સાથે કામ કરી રહ્યા હતા- આ છે કારણ
मुंबई- आपले आमदार का नाराज आहेत, ते का सोडून गेले? आपले मंत्री का निघून गेले हे समजून घ्यायला पाहिजे, असं भास्कर जाधव म्हणाले. pic.twitter.com/gD9wdSMoGw
— Lokmat (@lokmat) June 24, 2022