News Continuous Bureau | Mumbai
વડાપ્રધાન(Prime Minister) શ્રી નરેન્દ્રભાઇ મોદીની(Shri Narendrabhai Modi) મહાકાલી માતા(Mahakali Mata) પ્રત્યેની આગવી શ્રદ્ધા-આસ્થા:
ધુમ્મસ વાળા વાતાવરણ(Foggy weather) અને વરસાદના(Rain) અમી છાંટણા વચ્ચે ફીટ ઇન્ડિયાના(Fit India) પ્રણેતા વડાપ્રધાનશ્રી યુવાનોને શરમાવે તેવી સ્ફૂર્તિથી પગથિયાં ચડીને મહાકાલી માતા મંદિર(Mahakali Mata Mandir) દર્શને પહોંચ્યા હતા.

વડાપ્રધાન શ્રી પાવાગઢ(Shri Pavagadh) વડાતળાવ ખાતે બનાવાયેલા હેલીપેડ(Helipad) ઉપર ઉતરીને સીધા જ પાવાગઢ મંદિર(Pavagadh Temple) પરિસર જવા રવાના થયા હતા. તેઓ રોપવે દ્વારા નિયત સ્થાન સુધી પહોંચ્યા હતા, તેવા સમયે ધુમ્મસ ભર્યા વાતાવરણની સાથે વરસાદના અમી છાંટણા પણ પડી રહ્યા હતા. તેમ છતાં, ફીટ ઇન્ડિયાના પ્રણેતા અને ઉર્જાવાન વડાપ્રધાનશ્રી યુવાનોને પણ શરમાવે તેવી સ્ફૂર્તિ અને ગતિથી મંદિરના પગથિયાઓ ચડીને માતાજીના દર્શને શ્રધ્ધાપૂર્વક પહોચ્યા હતા અને મહાકાલી માતાના પૂજન-અર્ચન-આરતી કર્યા હતા. ત્યારબાદ, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ધ્વજાજીનું (flag) પૂજન કરી કાલિકા માતા મંદિરના નવનિર્મિત શિખર પર ધ્વજારોહણ(Flag hoisting) કર્યું હતું

આ સમાચાર પણ વાંચો : પાંચ સદી પછી પાવાગઢ મંદિર પર લહેરાઇ ધજા- PM મોદીએ માતાના શિખર પર ધ્વજારોહણ કર્યું-જુઓ વિડીયો
અત્રે ઉલ્લેખનીય છે કે, કાલિકા માતાના દર્શને આવતા શ્રદ્ધાળુઓને રોપ-વે મારફત મંદિર પરિસરમાં પહોચ્યા પછી પણ માતાજીના દર્શન કરવા પગથિયાં ચઢીને જવું પડે છે, તેવી જ રીતે વડાપ્રધાનશ્રી પણ સામાન્ય શ્રદ્ધાળુની જેમ પગથિયા ચઢીને માં ના દર્શને પહોંચ્યા હતા અને માતાના દરબારમાં શીશ નમાવી આશિર્વાદ મેળવ્યા હતા. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ(Chief Minister Shri Bhupendra Patel) પણ વડાપ્રધાનશ્રી સાથે આ દર્શન-પૂજન અર્ચનમાં સહભાગી થયા હતા.
