News Continuous Bureau | Mumbai
મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં(Maharashtra) કોરોના કેસમાં(Corona case) થઇ રહેલા વધારાને કારણે સરકારનું ટેન્શન વધી ગયું છે. મુંબઈ મહાનગરપાલિકા(BMC) સહિત સરકાર હાઈ એલર્ટ(High alert) થઈ ગઈ છે ત્યારે કોરોના પર નિયંત્રણ લાવવા રાજ્યની ટાસ્ક ફોર્સે(State Task Force) અમુક ભલામણ કરી છે, જેમાં સાર્વજનિક સ્થળ(Public place) સહિત ભીડભાડવાળા વિસ્તારમાં માસ્ક(Masks) પહેરવાની ભલામણ કરવામાં આવી છે. જોકે માસ્ક પહેરવાનું ફરજિયાત કરવાનું કહેવામાં આવ્યું નથી.
સોમવારે મોડી રાતે મહારાષ્ટ્ર સરકારે(Maharashtra Government) ટાસ્ક ફોર્સ સાથે કોરોના વધતા કેસને મુદ્દે બેઠક કરી હતી, જેમાં કોરોનાને ફેલાતો રોકવા માટે જુદા જુદા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. ટાસ્ક ફોર્સે હોસ્પિટલ, થિયેટર, બંધ હોલ અને મોલમાં માસ્ક પહેરવાનો આગ્રહ કર્યો છે.
રાજ્યમાં છેલ્લા થોડા દિવસમાં પાંચ જિલ્લામાં કોરોનાના કેસમાં મોટો વધારો થયો છે. સાત દિવસમાં 130,84 ટકાનો વધારો થયો છે. હાલમાં કોરોનાના દર્દીમાં તાવ એ મુખ્ય લક્ષણ જોવા મળી રહ્યું છે. ટાસ્ક ફોર્સે પોતાની ભલામણમાં કહ્યું છે કે તમામ ડોક્ટર 99 ડિગ્રી અથવા તેનાથી વધુ તાવના દર્દીનો ઈલાજ કરી શકે છે. દર્દીના એન્ટીજન ટેસ્ટ (RAT) અને RtPcr કરવાનું પણ કહેવામાં આવ્યું છે. કોઈ દર્દી પોઝિટિવ(Covid19 positive) આવે તો તેના સંપર્કમાં આવેલા લોકોને ટ્રેસ કરીને તેમના પણ ટેસ્ટ કરવાની સલાહ આપવામાં આવી છે.
આ સમાચાર પણ વાંચો : મહારાષ્ટ્ર HSC પરિણામ 94-22 ટકા- ફરી એક વખત છોકરાઓને પછાડીને છોકરીઓ અવ્વલ તો મુંબઈ રહ્યું આ નંબર પર- જાણો વિગત
કોરોના પોઝિટિવને હોમ ક્વોરન્ટાઇન(Home quarantine) કરવા પર ભાર આપવામાં આવ્યો છે. તેમ જ 50થી વધુ ઉમરના લોકોને તેમ જ વેક્સિન ના લીધી હોય તેને વધુ તકેદારી લેવાનું કહેવામાં આવ્યું છે. તેમ જ ઉધરસ, શ્વાસ લેવામાં તકલીફ થતી હોય, સતત તાવ, અવાજમાં ફેરફાર જણાય તેમ જ ગળામાં ખરાશ જેવા લક્ષણો જણાય તો તુરંત હોસ્પિટલમાં દાખલ થવાની સલાહ આપવામા આવી છે. 48 કલાકથી વધુ સમય સુધી તાવ કે પછી અન્ય લક્ષણો જણાય તો અથવા 50થી વધુ વયના ઉંમરના લોકોને પણ આવા લક્ષણો જણાય તો તુરંત ડોકટરની સલાહ લેવાનું પણ કહેવામાં આવ્યું છે.