News Continuous Bureau | Mumbai
હવામાન વિભાગની(meteorological department) ભવિષ્યવાણી બાદ કેદારનાથ ધામ(Kedarnath Dham) સહિત સંપૂર્ણ રુદ્રપ્રયાગમાં(Rudraprayag) સવારથી જ વરસાદ ચાલુ છે.
સતત થઈ રહેલા વરસાદના કારણે જિલ્લા પ્રશાસને(district administration) રુદ્રપ્રયાગથી ગૌરીકુંડ(Gaurikund) સુધી મુસાફરો પર બ્રેક લગાવી દેવામાં આવી છે.
સાથે પ્રશાસને હવામાન ખરાબ હોવાના કારણે હેલિકોપ્ટર સેવા(Helicopter service) પણ બંધ કરી દીધી છે.
હવે હવામાન સાફ ન થાય ત્યાં સુધી તીર્થયાત્રીઓને(Pilgrims) કેદારનાથ ધામ સુધી મોકલવામાં આવશે નહીં.
તીર્થયાત્રીને ગૌરીકુંડ, સોનપ્રયાગ(Sonprayag), ગુપ્તકાશી, અગસ્ત્યમુનિ તથા રુદ્રપ્રયાગમાં રોકી રાખવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે, હવામાન વિભાગે ભવિષ્યવાણી કરી હતી કે, રુદ્રપ્રયાગમાં ભારે વરસાદ થઈ શકે છે. કેદારનાથમાં વરસાદ બાદ ઠંડી પણ વધશે.
આ સમાચાર પણ વાંચો : જ્ઞાનવાપી મસ્જિદ વિવાદ કેસની સુનાવણી ખતમ, જિલ્લા કોર્ટે નિર્ણય સુરક્ષિત રાખ્યો; આવતીકાલે આટલા વાગ્યે સંભળાવશે..