News Continuous Bureau | Mumbai
જ્ઞાનવાપી મસ્જિદના સર્વે (Gyanvapi Masjid survey) બાદ શિવલિંગ(Shivling) મળી આવ્યું હોવાના દાવાના પગલે આખા દેશનો માહોલ હાલમાં ગરમાયો છે
દરમિયાન કાશી વિશ્વનાથ મંદિરના(Kashi Vishwanath Temple) પૂર્વ મહંત ડો. કુલપતિ તિવારીએ(Dr. Chancellor Tiwari) એક બીજો ચોંકાવનારો દાવો કર્યો છે.
ડો. તિવારીનુ કહેવુ છે કે, જ્ઞાનવાપી મસ્જિદમાં હજી પણ એક શિવલિંગ છે. તેમનો દાવો છે કે, મસ્જિદની પશ્ચિમ તરફની દિવાલ પર લગાડાયેલા એક કબાટમાં નાનકડું શિવલિંગ જોયુ હતુ.
સાથે તેમણે 2014માં લેવામાં આવેલા એક ફોટોગ્રાફને પણ બતાવ્યો હતો અને કહ્યુ હતુ કે, મને ખબર નથી કે હજી આ શિવલિંગ ત્યાં છે કે, હટાવી લેવાયું છે.
આ શિવલિંગની પૂજા કરવાની મંજૂરી આપવા માટે સોમવારે અમે કોર્ટમાં પિટિશન(Petition) કરવાના છે.
જોકે મસ્જિદ કમિટિએ(mosque committee) આ દાવાઓને ફગાવી દીધા છે અને કહ્યુ છે કે, મસ્જિદની કોઈ દિવાલ પર કબાટ નથી. અમે નથી જાણતા કે તે કઈ તસવીર અંગે વાત કરી રહ્યા છે.
આ સમાચાર પણ વાંચો : પશ્ચિમ બંગાળમાં BJPને મોટો ઝાટકો, આ ભાજપ સાંસદ ફરી તૃણમૂલ કોંગ્રેસમાં જોડાયા.. જાણો વિગતે