News Continuous Bureau | Mumbai
ઉનાળાનું વેકેશન(Summer vacation) હોઈ ગામમાં જવાનું પ્રમાણ વધી ગયું છે. એ સાથે જ ચાલતી ટ્રેન(Moving train) પકડવાનું પ્રમાણ પણ વધી ગયું છે. છેલ્લા એક અઠવાડિયામાં જ ચાલતી ટ્રેન પકડતા પ્લેટફોર્મની(Railway platform) નીચે પડી જવાનું પ્રમાણ વધી ગયું છે. સદનસીબે કોઈ પ્રવાસીએ(Commuter) જાન ગુમાવ્યો નથી.
સેન્ટ્રલ રેલવેના(Central Railway) જણાવ્યા મુજબ 20 મે, શુક્રવારના 15645 ગુવાહાટી એક્સપ્રેસ(Guwahati Express) પ્લેટફોર્મ આવી રહી હતી. ત્યારે ચાલતી ટ્રેનમાં એક યુવકે ટ્રેનમાં ચઢવાનો પ્રયાસ કર્યો હતો. તેમાં તે નિષ્ફળ જતા તે નીચે ફસડાઈ પડ્યો હતો અને તે પ્લેટફોર્મ અને ટ્રેનના નીચે પડી રહ્યો હતો ત્યારે ફરજ પર હાજર રહેલી મહિલા આરપીએફ કોન્સ્ટેબલ(Woman RPF Constable) અને પ્લેટફોર્મ પર ઊભા રહેલા અન્ય પ્રવાસીએ તે યુવકને ખેંચીને સુરક્ષિત રીતે બહાર કાઢ્યો હતો.
दि. 20.5.22 को एक यात्री चलती ट्रेन नं 15645 गुवाहाटी एक्स.में चढ़ने की कोशिश में कोच के दरवाजे से फिसलकर गिर गया। महिला RPF लक्ष्मी तथा ज्योति पंचबुधे ने उक्त व्यक्ति को पकड़कर प्लेटफॉर्म पर खींचकर सुरक्षित किया। यात्रियों से अपील है,चलते ट्रेन में चढ़ना/उतरना खतरनाक हो सकता है। pic.twitter.com/xRs0LJPIxW
— Central Railway (@Central_Railway) May 21, 2022
આ સમાચાર પણ વાંચો : ઉતાવળ ભારે પડી, સુરત રેલવે સ્ટેશન પર મહિલા નાસ્તો લઈ ચાલુ ટ્રેનમાં ચડતા ટ્રેન – પ્લેટફોર્મ વચ્ચે ફસાઈ; પછી જે થયું એ વીડિયો જોઈને ચોંકી જશો…