News Continuous Bureau | Mumbai
રાજધાની દિલ્હી(delhi)ના મુંડકા વિસ્તારના એક કોમર્શિયલ કોમ્પ્લેક્ષ(commercial complex)માં બે દિવસ પહેલા ભયાનક આગ લાગી(fire) હતી. જેમાં 27થી વધુ લોકો મૃત્યુ પામ્યા હતા. આગ એટલી ભયાનક હતી કે મૃત્યુ પામેલા લોકોની ઓળખ કરવી મુશ્કેલ બની છે. ત્યારે આ ઘટનામાં હતભાગીઓને કથાકાર મોરારિબાપુ(Morari bapu)એ સહાય મોકલી છે. પ્રત્યેક મૃતક વ્યક્તિના પરિવાજનોને રૂપિયા પાંચ હજારની સહાય મોકલવામાં આવી છે.
આ સમાચાર પણ વાંચો : મુકેશ અંબાણીની Reliance Industries નામે વધુ એક રેકોર્ડ, હવે ફોર્બ્સની આ યાદીમાં નંબર-1.. જાણો વિગતે
હાલમાં જેટલા લોકોની ઓળખ થઈ શકી છે એમના પરિવારજનોને દિલ્હી સ્થિત રામ કથા(Ram Katha)ના શ્રોતા દ્વારા આ સહાયતા રાશિ પહોંચાડવામાં આવી રહી છે. જેમ જેમ મૃતકોની ઓળખ થતી જશે તેમ તેમ બાકીની રકમ પણ તેમના પરિવારજ(family)નો સુધી પહોંચતી કરવામાં આવશે. આ સહાયની કુલ રકમ એક લાખ પાંત્રીસ હજાર જેટલી થવા જાય છે. બાપુએ તમામ મૃતકોના નિર્વાણ માટે પ્રાર્થના કરી તેમના પરિવારજનોને દિલસો પાઠવ્યો હતો.