News Continuous Bureau | Mumbai
વારાણસીના(Varanasi) જ્ઞાનવ્યાપી વિવાદ કેસમાં(Gyanvyapi dispute case) નવો વળાંક સામે આવ્યો છે.
જ્ઞાનવ્યાપી મામલામાં હિન્દુ(Hindu) પક્ષ તરફથી 5 વાદીમાંથી એક રાખી સિંહ(Rakhi singh) આજે પોતાનો કેસ પરત ખેંચશે.
હિન્દુ પક્ષનું કહેવું છે કે, બાકીના 4 વાદી તેમના સ્ટેન્ડ પર અડગ છે અને તેઓ કેસ ચલાવશે.
જોકે રાખી સિંહે કેસ પાછો ખેંચવાના નિર્ણય પાછળનું કારણ સ્પષ્ટ નથી થયું
હાલમાં હિન્દુ પક્ષના વકીલ અને અન્ય પદાધિકારીઓ બેઠક યોજીને આગળની રણનીતિ નક્કી કરી રહ્યા છે.
જે 4 વાદીઓએ કેસ ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે તેમાં સીતા સાહુ(Sita Sahu), મંજુ વ્યાસ(Manju vyas), લક્ષ્મી દેવી(Laxmi devi) અને રેખા પાઠકનો(Rekha pathak) સમાવેશ થાય છે.
આ સમાચાર પણ વાંચો : હવામાન વિભાગની ભરઉનાળે વરસાદની આગાહી, ગુજરાતના આ જિલ્લાઓ માટે એલર્ટ જાહેર, ટૂંક સમયમાં પડી શકે છે વરસાદ